Site icon

અમિતાભ બચ્ચન ની ઓનસ્ક્રીન ‘મા’ સુલોચના લાટકર ના 14 વર્ષની ઉંમરે થયા હતા લગ્ન, આ સુપરસ્ટાર હતા તેમના જમાઈ

પીઢ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ હતી

sulochana latkar death actress get married at 14 years

અમિતાભ બચ્ચન ની ઓનસ્ક્રીન 'મા' સુલોચના લાટકર ના 14 વર્ષની ઉંમરે થયા હતા લગ્ન, આ સુપરસ્ટાર હતા તેમના જમાઈ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની પ્રિય માતા સુલોચના લાટકર નથી રહ્યાં. 4 જૂન 2023 ના રોજ 94 વર્ષની વયે તેમનું અવસાન થયું. શ્વાસની તકલીફને કારણે સુલોચનાનું મૃત્યુ થયું હતું. તેમણે લગભગ 65 વર્ષ સુધી હિન્દીથી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. સુલોચનાની ફિલ્મગ્રાફી પર નજર કરીએ તો, તેણે વર્ષ 1942માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2007માં આવેલી ‘પરીક્ષા’ હતી. સૌથી મહત્વની વાત એ છે કે તેને ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની માતા તરીકે યાદ કરવામાં આવી છે. અમિતાભ બચ્ચનના 75માં જન્મદિવસ પર તેમણે પોતે બિગ બીને એક હસ્તલિખિત પત્ર આપ્યો હતો. 

Join Our WhatsApp Community

 

 સુલોચના લાટકર નો પરિવાર 

સુલોચના લાટકરના પરિવારની વાત કરીએ તો તેમના લગ્ન 14 વર્ષની ઉંમરે થયા હતા. તેમને કંચન ઘાણેકર નામની પુત્રી છે. અભિનેત્રીના જમાઈ કાશીનાથ ઘાણેકર નામના મરાઠી મંચના પ્રથમ સુપરસ્ટાર હતા. કાશીનાથનું 56 વર્ષની વયે અવસાન થયું. તેમને એક પુત્રી રશ્મિ ઘાણેકર પણ છે.સુચોલાના લાટકરને વર્ષ 1999માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, વર્ષ 2004 માં, ફિલ્મફેરે તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજ્યા હતા. એટલું જ નહીં મહારાષ્ટ્ર સરકારે તેમને ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: બોલીવુડ અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનાર પદ્મશ્રી અભિનેત્રી સુલોચના લાટકર નું નિધન

અમિતાભ બચ્ચન ને લખ્યો હતો પત્ર 

સુલોચનાએ તેમના ઓનસ્ક્રીન પુત્ર અમિતાભ બચ્ચનને તેમના 75માં જન્મદિવસ પર એક સુંદર પત્ર મોકલ્યો હતો. જેને વાંચીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તે ક્ષણ વિશે શેર કર્યું. સુલોચના એ તે પત્ર માં લખ્યું, ‘મારા પ્રિય ચિરંજીવી અમિત જી. આજે તમે 75 વર્ષના થયા છો. આ ખાસ દિવસને મરાઠીમાં અમૃતમહોત્સવ કહેવામાં આવે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમારા જીવનમાં આ રીતે અમૃત વરસાવતો રહે. તમને જણાવી દઈએ કે સુલોચનાએ અમિતાભ બચ્ચનની ‘મુકદ્દર કા સિકંદર’, ‘મજબૂર’ અને ‘રેશ્મા ઔર શેરા’ જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી.આમ તો, અભિનેત્રીએ તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે માતાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ. તે ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને ધર્મેન્દ્ર જેવા અન્ય મોટા સ્ટાર્સની માતા તરીકે જોવા મળી હતી. એટલું જ નહીં, તે દિલીપ કુમાર અને દેવાનંદ જેવા સ્ટાર્સ સાથે પણ સ્ક્રીન પર જોવા મળી હતી.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version