Site icon News Continuous Bureau | Mumbai

Sumbul touqeer khan: ટીવી અભિનેત્રી સુમ્બુલ તૌકીર ના પિતા એ ટ્રોલર્સ ને ભણાવ્યો પાઠ, આ કારણે કરી તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી

Sumbul touqeer khan: સુમ્બુલ તૌકીરના પિતા તૌકીર હસન ખાને ટ્રોલ્સનો સામનો કરવા માટે કાનૂની કાર્યવાહીનો આશરો લીધો છે. તેમને ટ્રોલ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે, જેના વિશે ની માહિતી તેમને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે.

sumbul touqeer khan father takes legal action against online trolls

sumbul touqeer khan father takes legal action against online trolls

News Continuous Bureau | Mumbai 

Sumbul touqeer khan: સુમ્બુલ તૌકીર નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીછે. હાલ સુમ્બુલ સીરિયલ ‘કાવ્યાઃ એક જઝબા, એક જુનૂન’માં જોવા મળી રહી છે, જેમાં તે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ઘણીવાર સુમ્બુલ ટ્રોલર્સ ના નિશાના પર આવતી રહે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સુમ્બુલ ના પિતા તૌકીર હસન ખાને તેમના પરિવારને બદનામ કરનારા ટ્રોલર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.અને આ વિશે તેમને તેમના સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Heeramandi: સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, રાજવી વિસ્તારની ગણિકાઓની વાર્તા છે ‘હીરામંડી’

સુમ્બુલ ના પિતા એ ટ્રોલર્સ વિરુદ્ધ કરી કાનૂની કાર્યવાહી 

સુમ્બુલ તૌકીરના પિતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમને એફઆઈઆર ની કોપી શેર કરતા લખ્યું છે કે, ‘મારી અને મારા પરિવાર વિરુદ્ધ કોઈપણ અપમાનજનક પોસ્ટ પર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે, નોટિસ પણ આવા લોકો સુધી જલ્દી પહોંચશે. ધીરજ અને વિશ્વાસ સાથે સત્યની હંમેશા જીત થાય છે.’


તમને જણાવી દઈએ કે સુમ્બુલના પિતા પણ બિગ બોસ 16માં જોવા મળ્યા હતા જ્યારે અભિનેત્રી શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ શો પછી, ફહમને એક ઈન્ટરવ્યુમાં સુમ્બુલના પિતા પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમના કારણે જ બંને અલગ થઈ ગયા હતા અથવા તો તેમની મિત્રતામાં તિરાડ આવી હતી. ફહમાનના ઈન્ટરવ્યુ બાદ સુમ્બુલના પિતાને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ફહમને ટ્વીટ કરીને તેમને બદનામ ના કરવાની વિનંતી કરી હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version