ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર સુમોના ચક્રવર્તી ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાના બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

જાણીતા કોમેડિયન કપિલ શર્માના શોમાં ‘ભૂરી’ના રોલ અદા કરી રહેલી આજકાલ અભિનેત્રી તેની તસવીરોને કારણે ચર્ચાઓમાં છે. થોડા દીવસ અગાઉ તેણે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી જે હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે. અભિનેત્રીએ શેર કરેલી તસ્વીરો માં તે બીચ પર એન્જોય કરતી નજર આવી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે અને શરીર ચીતરાવેલા ટેટુ ફ્લોન્ટ કરી રહી છે.

સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે. સુમોનાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

વરકફ્રન્ટ ની વાત કરીએ તો સુમોના ચક્રવર્તીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે આમિર ખાન અને મનીષા કોઇરાલા અભિનિત ફિલ્મ 'મન'થી કરી હતી. ત્યારબાદ થોડા વર્ષો સુધી ઘણા ટેલિવિઝ શોમાં જોવા મળી હતી. જોકે તેને ઓળખાણ 2011માં બાલાજી ટેલિફિલ્મ્સના શો 'બડે અચ્છે લગતે હૈ'માં ભજવેલા નતાશાના પાત્રથી મળી હતી.
