ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેને ભલે પોતાને ફિલ્મો થી દૂર કરી દીધી હોય, પરંતુ તે હંમેશાં તેના ગ્લેમરસ ફોટોઝ સાથે જ લાઈમલાઇટ માં રહે છે. અભિનેત્રી રિયા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ ફોટોસ અને વિડિયોઝ શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે.
રીયા સેને હાલમાં જ તેનાં સોશિયલ મીડિયા પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બીચ પર વેકેશનની મજા માણતી નજર આવી રહી છે.
આપને જણાવી દઈએ કે રિયા સેન એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. રિયા રોયલ વંશમાંથી આવે છે. તેના પિતા ભરત દેવ વર્મા રાજવી પરિવાર ત્રિપુરાના છે. રિયાની માતા મૂન મૂન સેન અને દાદી સુચિત્રા સેન સારા અભિનેતા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રિયા જ્યારે માત્ર 16 વર્ષ ની હતી, જ્યારે તે ફાલ્ગુની પાઠક ના મ્યુઝિક આલ્બમ ‘યાદ પિયા કી આને લગી’ માં જોવા મળી હતી. 2017 માં, રિયા એ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા. શિવમ વ્યવસાયે ફોટોગ્રાફર છે. રિયા સેન છેલ્લે વર્ષ 2020 માં ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી શ્રેણી ‘પતિ પત્ની ઔર વો’ માં જોવા મળી હતી.