ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
હાલ કોરોના કાળમાં કલાકારો સીરિયલોમાં કામ કરવાનું છોડી રહ્યાં છે. ત્યારે 'તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં છેલ્લા 12 વર્ષથી કામ કરી રહેલી અંજલિ ભાભી ઉર્ફ નેહા મહેતાએ સીરિયલને અલવિદા કહી દીધું હોય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. નેહા મહેતાએ સીરિયલને અલવિદા કહેતાં જ ચાહકો નિરાશ જોવા મળ્યાં હતાં. જોકે હવે નવા સમાચાર સામે આવ્યાં છે કે, અંજલિ ભાભીએ શો છોડ્યા બાદ નવી અંજલિ ભાભી તરીકે એક અભિનેત્રીની પસંદગી કરાઈ છે અને હેવ તે આ રોલની ભૂમિકા ભજવશે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર, ટીવી અભિનેત્રી સુનૈના ફોજદાર હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સીરિયલમાં અંજલિ ભાભીના કિરદારમાં જોવા મળશે. સુનૈના એક જાણીતી અભિનેત્રી છે. તે 'એક રિશ્તા સાઝેદારી કાં', 'બેલનવાલી બહુ', 'અદાલત' જેવી સિરિયલોમાં તે કામ કરી ચુકી છે. હવે જોવાનું એ રહે છે કે, સુનૈના અંજલિની ભૂમિકામાં કેટલી ફીટ બેસે છે અને ચાહકો સીરિયલને કેટલો રિસપોન્સ આપે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community