Site icon

સર્ચ ઈન્જીન Google ના CEO સુંદર પિચાઇ વિરુદ્ધ મુંબઈ પોલીસે નોંધી FIR; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

ગુરૂવાર

બોલિવૂડમાં સની દેઓલ અને અક્ષય કુમાર સાથે 'ઇંતકામ', 'લુટેરે' અને 'જાનવર' જેવી ફિલ્મો બનાવનાર નિર્માતા-નિર્દેશક સુનિલ દર્શને મુંબઈમાં ગૂગલના સીઈઓ પિચાઈ અને ગૂગલના છ એક્ઝિક્યુટિવ સામે એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆર કોપીરાઈટ ઉલ્લંઘનના મામલામાં 25 જાન્યુઆરીએ નોંધવામાં આવી છે.સુનીલ દર્શને કહ્યું કે યુટ્યુબ લાંબા સમયથી તેની ફિલ્મો અને સંગીત દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે અને આ માટે તે 11 વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છે. નિર્માતા-દિગ્દર્શક તરીકે સુનીલ દર્શનની છેલ્લી રિલીઝ ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા' હતી જે 2017માં રિલીઝ થઈ હતી.

જ્યારે સુનીલ દર્શનને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધવાની વાત કરવામાં આવી તો તેણે કહ્યું, યુટ્યુબ ઘણા સમયથી તેની ફિલ્મો અને સંગીતનું ઉલ્લંઘન કરીને કરોડોની કમાણી કરી રહ્યું છે.તેણે તેનો ઉપયોગ કરવાની પરવાનગી પણ લીધી નથી. આમ છતાં તેઓ મારી ફિલ્મો અને સંગીતનો આડેધડ ઉપયોગ તેમના વ્યવસાય માટે કરી રહ્યા છે. 'હું છેલ્લા 11 વર્ષથી આ યુદ્ધ લડી રહ્યો હતો. મેં ગૂગલ અને યુટ્યુબના મોટા અધિકારીઓને સરકાર તરફથી ઘણા પત્રો, વિનંતીઓ લખી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. કોઈ જવાબ આપવા તૈયાર ન હતું. ખાસ કરીને મારી ફરિયાદ નોંધવા પણ કોઈ તૈયાર નહોતું. ત્યારબાદ મેં કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને પછી કોર્ટના આદેશ બાદ જ હું એફઆઈઆર કરાવી શક્યો.

કાર્તિકને ટીમ 'શેહજાદા'નો મળ્યો ટેકો, 'આલા વૈકુંઠપુરામુલુ'ની હિન્દી રીમેક માં અભિનય કરવાની ના ને લઈ ને ભૂષણ કુમારે કહી આ વાત; જાણો વિગત

સુનીલ દર્શને વધુમાં કહ્યું કે, 'હું છેલ્લા કેટલાક સમયથી માત્ર આ જ યુદ્ધ લડી રહ્યો છું. પહેલા હું વર્ષમાં એકાદ-બે ફિલ્મો બનાવતો હતો, પરંતુ મેં વિચાર્યું કે જ્યારે બીજાને આ રીતે ફાયદો થવાનો છે તો પહેલા આ યુદ્ધ કેમ ન લડવું જોઈએ. તમને જણાવી દઈએ કે ભારત સરકારે જાહેરાત કરી છે કે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સુંદર ભારતીય મૂળનો અમેરિકન નાગરિક છે.

 

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી
Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત
‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
Exit mobile version