Site icon

ગુટકા-તમાકુની એડ માટે ભૂલથી સુનીલ શેટ્ટીને ટેગ કરતા યુઝર ને અભિનેતાએ આપી આ સલાહ

News Continuous Bureau | Mumbai

સુનિલ શેટ્ટીને (Sunil Shetty) એક વ્યક્તિએ તમાકુની બ્રાન્ડની જાહેરાત માટે નિશાન બનાવ્યો હતો. તમાકુ બ્રાન્ડને  (Gutka brand )પ્રમોટ કરવા બદલ અજય દેવગન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારની ટીકા કરતી વખતે આ વ્યક્તિએ ભૂલથી અજયને બદલે સુનીલને ટેગ (Sunil shetty tag) કરી દીધો હતો. જ્યારે સુનીલે ટિ્‌વટર યુઝરને (twitter user) તેની ભૂલ વિશે જણાવ્યું તો યુઝરે તેની માફી માંગી એટલું જ નહીં પરંતુ તેણે તેનો ફેન હોવાનો દાવો પણ કર્યો.

Join Our WhatsApp Community

અજય દેવગણ, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન અભિનીત તમાકુ બ્રાન્ડના હોર્ડિંગની તસવીર શેર કરતી વખતે વપરાશકર્તાએ ટિપ્પણીમાં સુનીલ શેટ્ટીને ટેગ (tag Sunil Shetty) કર્યો. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું કે, આ હાઈવે પર એટલી બધી જાહેરાતો જાેયા પછી હવે મને ગુટખા ખાવાનું મન થાય છે. તેના પર કોમેન્ટ કરતાં યુઝરે આગળ લખ્યું, “હે ગુટખા કિંગ ઓફ ઈન્ડિયા (Gutka king of India) શાહરૂખ, અક્ષય અને સુનીલ, તમારા બાળકો, તમને દેશને ખોટી રીતે દોરી જવા માટે શરમ આવવી જાેઈએ. ભારતને કેન્સરના (India cancer) દેશ તરફ ન લઈ જાઓ." જ્યારે સુનીલ શેટ્ટીનું આ ટ્‌વીટ પર ધ્યાન ગયું તો તેણે હાથ જાેડી ઇમોજી સાથે લખ્યું, "ભાઈ, તમારા ચશ્મા એડજસ્ટ કરો અથવા બદલો." સુનીલના જવાબ પર ટિ્‌વટર યુઝરે તેને ટેગ કરવા બદલ માફી માંગી (apologize)અને દાવો કર્યો કે તે તેનો ફેન છે. તેણે ટ્‌વીટ કરીને કહ્યું, “હેલો સુનીલ શેટ્ટી. માફ કરશો, આ ભૂલથી ટૅગ થઈ ગયું છે અને મારો મતલબ તમને દુઃખ આપવાનો નહોતો ભાઈ, ઘણો પ્રેમ. તે અજય દેવગન હોવો જાેઈતો હતો." યુઝરે આગળ લખ્યું, "હું તમારો બહુ મોટો ફેન છું, ટેગમાં હંમેશા તમારું નામ પ્રથમ આવે છે." સુનીલે હાથ ફોલ્ડ કરીને ઇમોજી સાથે યુઝરની માફી સ્વીકારી હતી.

આ સમાચાર પણ વાંચો: કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ

સુનીલના (Sunil Shetty) ચાહકોએ તેની પ્રતિક્રિયા માટે અને તમાકુ બ્રાન્ડને પ્રમોટ ન કરવા બદલ તેની પ્રશંસા કરી. સુનીલ શેટ્ટી છેલ્લે તેલુગુ ફિલ્મ 'ઘાની'માં જાેવા મળ્યો હતો. તેણે ગયા વર્ષે 'મુંબઈ સાગા'માં મહેમાન ભૂમિકા પણ ભજવી હતી.

The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
‘Bhabiji Ghar Par Hain’: હવે મોટા પડદા પર જામશે કોમેડીનો રંગ: ‘ભાભી જી ઘર પર હૈ…’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે થિયેટરમાં
‘Tu Yaa Main’ Teaser: શનાયા કપૂરની ફિલ્મ ‘તૂ યા મૈં’નું ટીઝર રિલીઝ: મોત સામેની જંગમાં જોવા મળશે રોમાંચ, વેલેન્ટાઈન ડે પર શાહિદ કપૂર સાથે થશે ટક્કર
Exit mobile version