Site icon

Sunny deol:બોબી દેઓલ સાથે નહીં પણ સની દેઓલ ની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની હતી ઐશ્વર્યા રાય, જાણો કેમ ડબ્બા બંધ થઇ ગઈ ફિલ્મ

Sunny deol:સનીએ કહ્યું કે તે 'ઇન્ડિયન' નામની ફિલ્મ બનાવી રહ્યો હતો અને ઐશ્વર્યાએ તેની સાથે કરિયરની શરૂઆત કરવાની હતી. કેટલાક ગીતો પણ શૂટ કરવામાં આવ્યા હતા.

Sunny deol: aishwarya rai supposed to debut with sunny deol in the film Indian

Sunny deol:બોબી દેઓલ સાથે નહીં પણ સની દેઓલ ની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની હતી ઐશ્વર્યા રાય, જાણો કેમ ડબ્બા બંધ થઇ ગઈ ફિલ્મ

News Continuous Bureau | Mumbai 

Sunny deol:સની દેઓલ હાલમાં ‘ગદર 2’ની અપાર સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફેન્સને પણ અમીષા સાથે સનીની કેમેસ્ટ્રી પસંદ આવી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સનીએ તેની સાથે ડેબ્યુ કરવા જઈ રહેલી અન્ય અભિનેત્રી વિશે વાત કરી હતી. એક શો સાથેની વાતચીત દરમિયાન સનીએ કહ્યું કે ઐશ્વર્યા રાય બચ્ચન તેની સાથે ‘ઇન્ડિયન’ નામની ફિલ્મમાં ડેબ્યૂ કરવાની હતી.

Join Our WhatsApp Community

 

સની દેઓલ સાથે ડેબ્યુ કરવાની હતી ઐશ્વર્યા રાય બચ્ચન 

સનીએ કહ્યું કે તે ‘ઇન્ડિયન’ નામની ફિલ્મ બનાવી રહ્યો હતો અને ઐશ્વર્યાએ તેની સાથે કરિયરની શરૂઆત કરવાની હતી. કેટલાક ગીતોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આખરે બજેટની સમસ્યાને કારણે તે બની શક્યું ન હતું. તમને જણાવી દઈએ કે તે સમયે ફિલ્મની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી અને તેમાં સનીનો એક લૂક ‘ગદર 2’માં તેના લૂક જેવો જ હતો.બાદમાં ઐશ્વર્યાએ 1997માં મણિરત્નમની તમિલ ફિલ્મ ‘ઈરુવર’થી અભિનયમાં પ્રવેશ કર્યો. તે જ વર્ષે, તેણે તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ કરી. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે બોબી દેઓલ હતો. 

આ સમાચાર પણ વાંચો : kangana ranaut: કંગના રનૌત ને થપ્પડ મારવા માંગે છે પાકિસ્તાન ની આ અભિનેત્રી, જાણો શું છે કારણ

 

સની દેઓલે ઇન્ડિયન ફિલ્મ માં કામ કર્યું હતું 

સની દેઓલે વર્ષ 2001માં ‘ઇન્ડિયન’ નામની બીજી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શિલ્પા શેટ્ટી હતી.નોંધનીય છે કે ‘ગદર 2’ની સક્સેસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સનીએ ખુલાસો કર્યો હતો કે તે ભવિષ્યમાં ‘અપને 2’ બનાવવા માંગે છે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે તેની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. સનીએ હસીને કહ્યું હતું કે, “ઘણી અભિનેત્રીઓએ ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી, પરંતુ હવે આશા છે કે તેઓ સહમત થશે અને હા કહેશે.”

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version