sunny deol: સની દેઓલ ના બંગલા ની નહીં થાય હરાજી, આ કારણોસર બેંકે પાછી ખેંચી નોટિસ

સની દેઓલની ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની સફળતા વચ્ચે સની દેઓલના જુહુના બંગલાની હરાજી થવાના સમાચાર હતા. હવે આ અંગે એક નવું અપડેટ આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. આનું કારણ ટેકનિકલ તરીકે જણાવવામાં આવ્યું છે

by Zalak Parikh
sunny deol bungalow will not be sold now bank of baroda bans auction of actor property

News Continuous Bureau | Mumbai

સની દેઓલના બંગલાની હવે હરાજી નહીં થાય. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ‘ગદર 2’ એક્ટર સની દેઓલના જુહુ વિલાની હરાજી થવા જઈ રહી છે. આ વિલાનું નામ ‘સની વિલા’ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાનું દેવું છે. આ લોન અને વ્યાજની વસૂલાત માટે બેંક ઓફ બરોડા દ્વારા તેમના ‘સની વિલા’ ની હરાજી કરવામાં આવી રહી છે. હરાજીની તારીખ પણ સામે આવી ગઈ હતી, જેની જાહેરાત પણ અખબારોમાં આપવામાં આવી રહી હતી. તે મુજબ 25 સપ્ટેમ્બરે રૂ. 51.43 કરોડની અનામત કિંમતે હરાજી શરૂ થવાની હતી. પરંતુ હવે 24 કલાકની અંદર બેંકે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. બેંક ઓફ બરોડાએ સની દેઓલની પ્રોપર્ટીની હરાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 

સની દેઓલ ના બંગલા ની નહીં થાય હરાજી  

હવે સની દેઓલના બંગલાની હરાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ખુદ બેંક ઓફ બરોડાએ છાપા માં એક જાહેરાત દ્વારા આ માહિતી આપી છે.છાપા માં પ્રકાશિત નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે સની દેઓલના બંગલાની હરાજી માટે છાપા માં આપવામાં આવેલી નોટિસ કેટલાક ટેકનિકલ કારણોસર પાછી ખેંચવામાં આવી રહી છે. તેની સાથે આ એડમાં સની દેઓલનું નામ અને તેના ઘરનું સરનામું પણ લખેલું જોવા મળે છે.

sunny deol bungalow will not be sold now bank of baroda bans auction of actor property

sunny deol bungalow will not be sold now bank of baroda bans auction of actor property

સની દેઓલ એ બેંક પાસેથી લીધી હતી લોન  

સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ‘સની વિલા’ નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે આ મિલકતની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.મીડિયા રિપોર્ટ અનુસાર આ વિલાની રિકવરી માટે સનીને બેંકને 56 કરોડ રૂપિયા આપવાના હતા,સંભવ છે કે તેણે આ ચૂકવણી કરી હશે, ત્યારબાદ બેંક દ્વારા તેના ઘરની હરાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સની દેઓલનો વિલા મુંબઈના ગાંધી ગ્રામ રોડ પર આવેલો છે. તેના બાંયધરી તરીકે તેના પિતા ધર્મેન્દ્રનું નામ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt and Kareena Kapoor: શું કરણ જોહર પોતાની ફિલ્મમાં આલિયા અને કરીના ને કરશે કાસ્ટ? ‘રાની’એ નણંદ સાથેની તસવીરો પોસ્ટ કરીને કરી આ ખાસ માંગ

Join Our WhatsApp Community

You may also like