Sunny deol on Ramayana: રણબીર કપૂર બાદ હવે સની દેઓલ એ આપ્યું રામાયણ પર અપડેટ,ફિલ્મને લઈને કહી મોટી વાત

Sunny deol on Ramayana: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે થોડા દિવસ પહેલા રણબીર કપૂરે રામાયણ વિશે વાત કરી હતી હવે સની દેઓલે રામાયણ માં તેના રોલ અને ફિલ્મ વિશે વાત કરી છે.

by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sunny deol on Ramayana: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. થોડા દિવસ પહેલા રણબીર કપૂરે રામાયણ વિશે વાત કરી હતી હવે સની દેઓલે રામાયણ માં તેના રોલ અને ફિલ્મ વિશે વાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor on Ramayana: “ભગવાન રામ ની ભૂમિકા મારા માટે સપના સમાન…” જાણો રણબીર કપૂરે રામાયણ વિશે વધુ માં શું કહ્યું

સની દેઓલ એ કરી રામાયણ વિશે વાત 

એક મીડિયા હાઉસ ને આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન સની દેઓલ એ રામાયણ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘રામાયણ એક લાંબો પ્રોજેક્ટ છે કારણ કે તેઓ તેને ફિલ્મ ‘અવતાર’ અને ‘પ્લેનેટ ઑફ ધ એપ્સ’ની જેમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે તમામ ટેકનિશિયન તેનો ભાગ છે. તે કેવી રીતે બનાવવું જોઈએ અને પાત્રોને કેવી રીતે રજૂ કરવા જોઈએ તે વિશે લેખક અને દિગ્દર્શક ખૂબ જ સ્પષ્ટ છે.તમને સ્પેશિયલ ઇફેક્ટ્સ પણ જોવા મળશે, જેનાથી તમને વિશ્વાસ થશે કે આ ઘટનાઓ ખરેખર બની છે, તેના બદલે તમને લાગે છે કે આ સ્પેશિયલ ઇફેક્ટ્સ છે. પ્રામાણિકપણે, મને ખાતરી છે કે તે મહાન બનશે અને મને ખાતરી છે કે દરેકને તે ગમશે.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


મીડિયા રિપોર્ટ મુજબ સની દેઓલ ફિલ્મ રામાયણ માં હનુમાન ની ભૂમિકામાં જોવા મળશે. જો કે સની એ તે ખુલાસો નહોતો કર્યો કે તે હનુમાનની ભૂમિકા ભજવશે, પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું કે તે આ ફિલ્મનો એક ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More