News Continuous Bureau | Mumbai
Sunny deol on animal: ફિલ્મ એનિમલ નું ટ્રેલર ગઈકાલે રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ટ્રેલર ને જોઈ ને રણબીર કપૂર અને બોબી દેઓલ ના એક્શન ના વખાણ કરી રહ્યા છે હવે આ કડી માં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ છે બોબી દેઓલ ના ભાઈ સની દેઓલ નું. સની દેઓલે પણ એનિમલ ના ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સની દેઓલે આપી એનિમલ ના ટ્રેલર પર પ્રતિક્રિયા
ફિલ્મ એનિમલ ના ટ્રેલર પર ઘણા બોલિવૂડ સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે હવે આ કડી માં સની દેઓલ નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર શેર કર્યું છે. અને તેની સાથે કેપ્શન લખ્યું છે, ‘બોબી તમને એક્શનમાં જોવા માટે રાહ નથી જોઈ શકતો!!’
તમને જણાવી દઈએ કે, આ અગાઉ આલિયા ભટ્ટે પણ ફિલ્મ એનિમલ ના ટ્રેલર ના વખાણ કર્યા હતા. આ ઉપરાંત ઘણા સેલિબ્રિટી એ આ ટ્રેલર ને બ્લોકબસ્ટર ગણાવ્યું હતું. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ Bobby deol Animal: વગર બોલે ફિલ્મ માં બધાને ડરાવતો જોવા મળશે બોબી દેઓલ, જાણો ફિલ્મ એનિમલ માં અભિનેતા ના પાત્ર વિશે
