News Continuous Bureau | Mumbai
Sunny deol: 20મી નવેમ્બર થી ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. આ ઇવેન્ટ માં ઘણા બી ટાઉન ના સેલેબ્સે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલ માં ભાગ લેવા સની દેઓલ પણ પહોંચ્યો હતો. જ્યાં તે સ્ટેજ પર ભાવુક જોવા મળ્યો હતો. આ ઇવેન્ટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સની દેઓલ રડતો જોવા મળી રહ્યો છે.
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ના મેચ પર ભાવુક થયો સની દેઓલ
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સની દેઓલ તેના કરિયર વિશે ખુલી ને વાત કરતો જોવા મળ્યો હતો. આ વાયરલ વિડીયો માં જોવા મળે છે કે, સ્ટેજ પર વાત કરતી વખતે સની દેઓલ ભાવુક થઈ જાય છે. આ પછી, તેમની સાથે સ્ટેજ પર હાજર ડિરેક્ટર રાજકુમાર સંતોષી તેને સાંત્વના આપતા જોવા મળે છે. તે એમ પણ કહેતા જોવા મળે છે કે ‘ઇન્ડસ્ટ્રીએ સની દેઓલની પ્રતિભા સાથે ન્યાય નથી કર્યો, પરંતુ ભગવાને કર્યો છે.’ રાજકુમાર સંતોષીની વાત સાંભળીને સની દેઓલ પોતાને રોકી શકતો નથી અને સ્ટેજ પર બધાની સામે રડવા લાગે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સની દેઓલે તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણા ઉત્તર ચઢાવ જોયા છે. આ વિશે અભિનેતા એ ઘણીવાર ખુલી ને વાત પણ કરી છે. સની દેઓલ છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2 માં જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: ટાઇગર 3 ની સફળતા વચ્ચે સની દેઓલે તેના મિત્ર સલમાન ખાન ને અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, તારા સિંહ ની પોસ્ટ થઇ વાયરલ