Site icon

Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ

Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ ધવન અને જાહ્નવી કપૂર એકબીજાની મદદથી પ્રેમ મેળવવાનો પ્રયાસ કરે છે. બંને ની ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' નું મજેદાર ટ્રેલર રિલીઝ થયું છે.

Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: Varun-Janhvi’s love story with a twist

Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: Varun-Janhvi’s love story with a twist

News Continuous Bureau | Mumbai

Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: કરણ જોહર દ્વારા નિર્મિત નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે વરુણ અને જાહ્નવી એકબીજાની મદદથી પોતાના પ્રેમને મેળવવાનો પ્રયાસ કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા

ફેમિલી એન્ટરટેનર સાથે રોમાન્સ અને કોમેડી

ફિલ્મ નું ટ્રેલર એક ટિપિકલ ફેમિલી એન્ટરટેનર લાગે છે, જેમાં રોમાન્સ અને કોમેડી બંનેનો મસાલો છે. વરુણ ધવન  સાન્યા મલ્હોત્રા ને પ્રેમ કરે છે, પણ તેના લગ્ન રોહિત સરાફ  સાથે થવાના છે, જે જાહ્નવી નો ભૂતપૂર્વ પ્રેમી છે.વરુણ અને જાહ્નવી બંને પોતાના પ્રેમ માટે લડત શરૂ કરે છે. તેઓ એક કપલ તરીકે લગ્નના સ્થળે પહોંચે છે અને વિવિધ યુક્તિઓ અજમાવે છે જેથી રોહિત અને સાન્યાની લગ્ન તૂટી જાય. આ દરમિયાન મનીષ પૌલ પણ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે.


સની સંસ્કારી કી તુલસી કુમારી’ 2 ઓક્ટોબર ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’  સાથે ક્લેશ થશે. ફિલ્મના નિર્દેશક શશાંક ખૈતાન છે, જેમણે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘ધડક’ જેવી ફિલ્મો બનાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version