ઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
તમિલનાડુમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ makkal nidhi maiyam પાર્ટી ના ધજાગરા ઉડી ગયા છે. તેની સાથે જ કમલ હસન આબરૂના પણ લીરા ઉડી ગયા છે. કમલ હસન પોતે ખરાબ રીતે ચૂંટણી હારી ગયો છે. આ પરિસ્થિતિમાં હવે પાર્ટીની અંદર ઝગડા ઉભા થયા છે.
પાર્ટીના ઉપાધ્યક્ષ મહેન્દ્રને પત્ર લખ્યો છે કે કમલ હસન નું વર્તન પોતાને ગમે તેવું છે. મહેન્દ્રને કહ્યું કે મેં કમલ હસનને જે સીટ પરથી ચૂંટણી લડવા કહ્યું હતું તે છોડીને તેણે અન્ય સીટ પરથી ચૂંટણી લડી. આટલું જ નહીં સંખ્યા સોલ્યુશન નામની કંપનીએ ચૂંટણી લડવા માટેની રણનીતિ ઘડી હતી. આ કંપનીએ પાર્ટી ની હાલત ખરાબ કરી નાખી છે.
પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન. આ ફિલ્મોના સંગીતે બનાવ્યા હતા પ્રખ્યાત
મહેન્દ્રન દ્વારા કરવામાં આવેલા આરોપો પર કમલ હસનને ઊંધો જવાબ આપ્યો છે. તેણે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું છે કે મહેન્દ્રન ગદ્દાર છે. તેણે ચૂંટણી દરમિયાન યોગ્ય રીતે કામ કર્યું નથી.
આમ કમલ હસનની પાર્ટીમાં આરોપ પ્રત્યારોપ અને ઝઘડાઓ જોરદાર ચાલુ છે.