ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
ટીવી ઇન્ડસ્ટ્રી ની પ્રખ્યાત અભિનેત્રી, સુરભી ચંદના તેના ફોટા અને ડ્રેસિંગ સેન્સ ને કારણે ઘણી વાર ચર્ચા માં રહે છે. સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. હવે સુરભી નું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

આ ફોટોશૂટ ની તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક માં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી લાલ રંગના આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને આજ કારણ છે કે તેના ચાહકો અને શુભેચ્છકો તેની આ તસવીરો પર કૉમેન્ટ કરતા નથી થાકતા.

સુરભી ચંદના ની આ તસવીરો ને અત્યાર સુધી માં 3 લાખ થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી કરી હતી. ઝી ટીવીના શો કુબુલ હૈમાં હયાની ભૂમિકાથી અભિનેત્રી સુરભી ચંદનાએ લોકપ્રિયતા મેળવી હતી.

તે 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી હતી. આટલું જ નહીં, 'સંજીવની'માં પણ ઇશાની અરોરાના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.