ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
અભિનેત્રી સુરભી ચંદના એ ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે તેની બોલ્ડ અને સુંદર તસવીરોને કારણે દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, સુરભીને આઇટીએ એવોર્ડ્સ 2020 માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. હવે સુરભી ચંદનાનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેની બોલ્ડ શૈલી જોવા મળી છે.
આ ફોટોશૂટમાં સુરભી બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તે ગ્લેમરસ લાગી રહી છે. ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના પોતાના ફેશન સ્ટાઇલ માટે જાણતી છે. તે અવારનવાર પોતાના હૉટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

નોંધપાત્ર વાત એ છે કે, 'ઇશ્કબાઝ' સિરિયલથી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી, સુરભી ચંદના ટીવી જગતનો જાણીતો ચહેરો છે.


સુરભીએ કોલેજ સમયથી જ મોડેલિંગ શરૂ કરી હતી. તેણે સૌ પ્રથમ સબ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી શરૂઆત કરી હતી. આ શોમાં તેને એક નાનકડી ભૂમિકા મળી હતી. આ અગાઉ સુરભી સિરિયલ 'એક નંદ કી ખુશિયો કી ચાબી..મેરી ભાભી', 'કબૂલ હૈ' જેવી સિરિયલમાં પણ કામ કરી ચુકી છે.


