ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
અભિનેત્રી સુરભી ચંદના એ ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે તેની બોલ્ડ અને સુંદર તસવીરોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટા અને વિડિયોઝ શેર કરતી રહે છે.
ટીવી અભિનેત્રી ચંદના માલદીવમાં રજાઓ માણી રહી છે. કામમાંથી ફ્રી થઈને સુરભિ ચંદના માલદીવ બીચ પર સમય પસાર કરવા પહોંચી છે. અહીંથી તેણે તેની બોલ્ડ બિકિની તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.
આ તસ્વીરોમાં સુરભીએ વાઇબ્રન્ટ પિંક કલરની બિકિનીમાં નજર આવી રહી છે. જેમાં તેણે નીચે બ્રાઉન કલરનો સ્કાર્ફ બાંધ્યો છે. તેની તસવીરો શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં તે ખુબજ બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ લાગી રહી છે.
અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી કરી હતી. ઝી ટીવીના શો કુબુલ હૈમાં હયાની ભૂમિકાથી અભિનેત્રી સુરભી ચંદનાએ લોકપ્રિયતા મેળવી હતી. તે 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી હતી. આટલું જ નહીં, 'સંજીવની'માં પણ ઇશાની અરોરાના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.