ટીવીની નાગીને બ્લેક બ્રેલેટ માં બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર-તસવીરો જોઈ ચાહકો થયા બેકાબૂ-જુઓ ફોટોગ્રાફ્સ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટ્રેસ(TV actress) સુરભી જ્યોતિ(Surabhi Jyoti) પોતાની બોલ્ડનેસથી(boldness) સોશિયલ મીડિયા(Social media) પર સનસનાટી મચાવી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે તેના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ઈન્ટરનેટ પર તેના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. 

આ તસવીરોમાં સુરભી જ્યોતિ બ્લેક કલરની નેટ સ્ટાઇલિશ બ્રેલેટ(Net stylish bralette) માં જોવા મળી રહી છે તેમજ તેને તેની સાથે બ્લેક કલરનું ટ્રાઉઝર(Black color trouser) પહેર્યું છે.

સુરભીએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ લુકમાં(nude makeup look) પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

 આ સમાચાર પણ વાંચો :  હોલિવૂડ કે સાઉથ ની નહિ બોલિવૂડની આ ફિલ્મો છે કોરિયન ફિલ્મોની કોપી-જાણો આ યાદીમાં કઈ ફિલ્મોનો થાય છે સમાવેશ

સુરભી જ્યોતિએ સોફા પર બેસીને આ તમામ તસવીરો માટે પોઝ આપ્યા છે. દરેક તસવીરમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે તેણે આ ફોટોશૂટ તેના ઘરે જ કરાવ્યું છે, કારણ કે તે એકદમ કેઝ્યુઅલ લુકમાં(casual look) જોવા મળી રહી છે.

સુરભી જ્યોતિએ 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા પ્રખ્યાત ટીવી શો દ્વારા ઘર-ઘર પોતાની ઓળખ બનાવી છે. આજે તે ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પર પ્રેમ વરસાવતા રહે છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment