News Continuous Bureau | Mumbai
Suresh oberoi: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં સુરેશ ઓબેરોયે રણબીર કપૂર ના દાદા ની ભૂમિકા ભજવી છે. સુરેશ ઓબેરોય ને તેના શાનદાર અભિનયના કારણે લોકો તરફ થી ઘણી પ્રશંસા મળી રહી છે. હાલમાં જ મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન સુરેશ ઓબેરોયે ખુલાસો કર્યો હતો કે તેઓ વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોથી અજાણ હતા
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: અલગ થવાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા એ લગાવ્યા પતિ અભિષેક અને સસરા અમિતાભ બચ્ચન સાથે ઠુમકા, વાયરલ થયો વિડીયો
સુરેશ ઓબેરોયે કરી વિવેક ઐશ્વર્યા ના સંબંધ પર વાત
મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુરેશ ઓબેરોયે કહ્યું, ‘મને મોટાભાગની બાબતોની ખબર નહોતી. વિવેકે મને ક્યારેય કહ્યું નહોતું. રામુ (રામ ગોપાલ વર્મા) એ મને વિવેક અને ઐશ્વર્યા વિશે કહ્યું અને રામુ પહેલા બીજા કોઈએ મને કહ્યું. મેં તેને સમજાવ્યો હતો. સમજાવ્યો હતો કે આવું ના કર.’ આજ વાતચીત દરમિયાન, સુરેશ ઓબેરોય ને પૂછવામાં આવ્યું કે શું તેના પુત્ર વિવેક ને કારણે તેના અને અમિતાભ બચ્ચન ના સંબંધ પર કોઈ અસર થઇ હતી? આના જવાબમાં એનિમલ અભિનેતા એ કહ્યું ‘અમિતાભ બચ્ચન ક્યારેય મારા ખૂબ સારા મિત્ર નથી રહ્યા. હું તેનો કો-એક્ટર હતો. મારા ભાઈના મૃત્યુ સમયે જયાજી આવીને બેઠા હતા. અમારો સંબંધ ઈન્ડસ્ટ્રી પ્રમાણે હતો. મારી દોસ્તી ડેની મુકુલ સાથે હતી. હા, મિસ્ટર બચ્ચને તેમના જન્મદિવસ પર મને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે ઠીક હતું. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે અમે એકબીજા ને સન્માન આપીએ છીએ.’