સુશાંત સિંહ રાજપૂત Birth Anniversary: ‘કાઈ પો છે’ થી લઇ ને ‘દિલ બેચારા’ સુધી આ ફિલ્મમાં અભિનેતા એ આપ્યું હતું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન

સુશાંત સિંહ રાજપૂત Birth Anniversary: દિવંગત અભિનેતાએ સ્ક્રીન પર અને સ્ક્રીન ની બહાર પ્રેક્ષકોના હૃદયમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું હતું . અલ્પજીવી કારકિર્દી હોવા છતાં, દિવંગત અભિનેતાએ તેમની ફિલ્મોમાં મજબૂત પાત્રો ભજવ્યા હતા.

by Dr. Mayur Parikh
sushant singh rajput birth anniversary kai po che pk to ms dhoni remembering his best performances

News Continuous Bureau | Mumbai

 સુશાંત સિંહ રાજપૂતે ( sushant singh rajput ) તેની કારકિર્દી એક ડાન્સર તરીકે શરૂ કરી હતી અને બાદમાં એક થિયેટર ગ્રૂપમાં જોડાયો હતો. ટીવી ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યા પછી, એકતા કપૂરની ‘પવિત્ર રિશ્તા’માં તેના અભિનયના સૌજન્યથી, અભિનેતા ફિલ્મો તરફ વળ્યો અને સાત વર્ષના ગાળામાં, દર્શકોને ‘કાઈ પો છે’ ( kai po che ) , ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી” ( ms dhoni ) જેવી વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મો આપી.

કાઈ પો છે

‘કાઈ પો છે’ સાથે સુશાંત સિંહ રાજપૂતે ટીવી છોડી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. તેણે એક નિષ્ફળ ક્રિકેટરનું ચિત્રણ કર્યું જે રમત પ્રત્યે ઝનૂની બની ગયો અને અંતે કોચ બન્યો. રાજકુમાર રાવ અને અમિત સાધ સાથે સહ-અભિનેતા સુશાંતે તેની ભૂમિકા નિભાવી અને તે વર્ષે ઇન્ડસ્ટ્રીનું બેસ્ટ ડેબ્યુ પ્રદર્શન પણ આપ્યું.

પીકે

પીકે ફિલ્મ માં સુશાંત સિંહ રાજપૂત ખુબ જ નાની ભૂમિકા માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માં તેને સરફરાઝ નામ ના પાકિસ્તાની યુવક ની ભૂમિકા ભજવી હતી. ભલે આ ફિલ્મ માં સુશાંત ની ભૂમિકા નાની હોય પરંતુ ફિલ્મ માં તેની એક્ટિંગ ના વખાણ થયા હતા.

એમએસ ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી

સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોની બાયોપિકમાં તેના અદભૂત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. ઘણા લોકો એટલા મંત્રમુગ્ધ થઈ ગયા હતા,કે કેટલાક તો એ બાબતે પણ મૂંઝવણમાં હતા કે શું પડદા પર સુશાંત છે કે ધોની?, જે સ્પષ્ટપણે સાબિત કરે છે કે સુશાંત કેવો મહાન અભિનેતા હતો .

આ સમાચાર પણ વાંચો:  વંદે ભારત એક્સપ્રેસ પર વધુ એક વખત પથ્થરમારો, તૂટ્યા ટ્રેનની બારીના કાચ.. જાણો હવે ક્યાં બની ઘટના?

કેદારનાથ

વર્ષ 2013માં કેદારનાથ માં થયેલ આપદા પર બનેલી ફિલ્મ ‘કેદારનાથ’ માં સુશાંત સિંહ રાજપૂતે મુસલમાન છોકરા ‘મન્સૂર ખાન’ ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ દ્વારા સારા અલી ખાને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં સુશાંત ના અભિનયના વખાણ થયા હતા.

 છિછોરે

‘છિછોરે’ માં સુશાંતે વધુ એક ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જે બોક્સ-ઓફિસ પર જબરદસ્ત સફળ રહ્યું. સુશાંતે તેના પાત્ર અનિરુદ્ધ પાઠકના વિવિધ શેડ્સમાંથી પસાર કર્યો, જે એક એન્જિનિયરિંગ સ્નાતક છૂટાછેડા સામે લડી રહ્યો છે, જેની દુનિયા ત્યારે તૂટી પડે છે જ્યારે તેનો એકમાત્ર પુત્ર એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયા પછી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.

 દિલ બેચારા

‘દિલ બેચારા’ સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ હતી, જે તેના મૃત્યુ પછી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ કરવામાં આવી હતી, જેમાં સંજના સાંઘી પણ હતી.

આ સમાચાર પણ વાંચો:   લ્યો કરો વાત.. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાથી મહારાષ્ટ્રમાં તો સંભાળાતું નથી, ને હવે આ કેન્દ્રશાસિત માં વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More