ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ મામલે શુક્રવારે એનસીબી દ્વારા સેમુઅલ મીરાંડા અને શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ બંને પર એન્ટી-નારકોટિક્સ એક્ટ હેઠળ અનેક કલમોનો આરોપ મૂકવામાં આવ્યો છે. શુક્રવારે એસીબી અધિકારીઓ અને પોલીસની સંયુક્ત ટીમે તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારે આજે ડ્રગ કેસ મામલે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જયાં બંનેને 9 સપ્ટેમ્બર સુધી રિમાંડ પર લેવામાં આવશે. જયાં એનસીબી દ્વારા આ કેસ અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 4 દિવસ એટલે કે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ચેટ દરમિયાન ડ્રગ્સ, ખરીદીથી સંબંધિત વસ્તુઓ જાહેર થયા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં ગત 28 જુલાઈએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ ઇડીએ 31 જુલાઇએ આ કેસમાં કેસ નોંધ્યો હતો. નોંધનીય છે કે 34 વર્ષીય સુશાંતસિંહ રાજપૂત ગત 14 જૂને મુંબઇના બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સુશાંત મોત કેસની તપાસ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ- સીબીઆઈ, મની લોન્ડરિંગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને ડ્રગ્સ કનેક્શન બ્યુરો ઓફ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા કરવામાં આવી રહી છે.