ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરનાર ડીસીપી અભિષેક ત્રિમુખે અને તેના પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટીવ હોવાનું જણાયું છે. સુશાંત સિંહ કેસમાં સીબીઆઈના સંકલન માટે મુંબઈ પોલીસ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ત્રિમુખેનો આખો પરિવાર કોરોનાથી ચેપગ્રસ્ત થયો છે. પ્રારંભિક તપાસ દરમિયાન તેઓ સીબીઆઈના દિલ્હીથી આવેલા ઓફિસરો સાથે અનેક વખત મુલાકાત કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોલ ડિટેલ્સમાંથી એ ખુલાસો થયો હતો કે સુશાંત સિંહના મોત બાદ રિયા ચક્રવર્તી ડીસીપી અભિષેક ત્રિમુખેના સતત સંપર્કમાં હતી. એવું કહેવાય છે કે રિયા એ ડીસીપી ત્રિમુખેની વચ્ચે કોલ અને એસએમએસ દ્વારા વાતચીત કરી હતી. હવે અભિષેક ત્રિમુખેના કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા થવા લાગી છે
નોંધનીય છે કે સુશાંત સિંહ મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. હજી સુધી, આ કેસથી સંબંધિત ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. દરમિયાન ડીસીપી ત્રિમુખે અને તેનો આખો પરિવાર કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોના અંગે બીએમસીએ કહ્યું છે કે સીબીઆઈને કોરોના તપાસમાંથી મુક્તિ આપવામાં આવી છે. તે સીબીઆઈ પર નિર્ભર છે કે જો તે જરૂરિયાતને ધ્યાનમાં લે તો તે તેના અધિકારીઓને તપાસ કરાવી શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Leave a Reply