News Continuous Bureau | Mumbai
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput death case) ના મૃત્યુનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. અભિનેતા ને ગયે બે વર્ષ વીતી ચુક્યા છે.શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતાએ આત્મહત્યા (suicide)કરી છે. પરંતુ, આ પછી અચાનક તેના મૃત્યુના કારણને લઈને પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પરિવારે પણ તેના મૃત્યુ ના તપાસની માંગ કરી છે અને હજુ તપાસ ચાલુ છે. અભિનેતાનું મૃત્યુ (death)કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, તેના પરિવાર તરફથી નવા ખુલાસા આવતા રહે છે. હવે સુશાંતની બહેન પ્રિયંકા સિંહે (Priyanka Singh)દાવો કર્યો છે કે તેના ભાઈએ આત્મહત્યા કરી નથી. આ સિવાય તેણે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea chakraborty)પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
હાલમાં જ સુશાંત ની બહેન પ્રિયંકા સિંહે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણી ચોંકાવનારી વાતો કહી છે. તેનો દાવો છે કે તેના ભાઈએ આત્મહત્યા(Sucide) કરી નથી. પ્રિયંકા કહે છે કે જ્યારે તે સુશાંતનું મૃત્યુ થયું તે રૂમમાં ગઈ ત્યારે જ તેને સમજાયું કે મારા ભાઈએ આત્મહત્યા કરી નથી. પ્રિયંકાએ કહ્યું, 'મારા ભાઈના મૃત્યુ પછી જ્યારે મેં પહેલીવાર તેનો રૂમ, (room)પંખો અને બેડની ઊંચાઈ જોઈ તો હું સમજી ગઈ કે તેણે આત્મહત્યા નથી કરી.તેણીએ કહ્યું કે તે તેના ભાઈને સારી રીતે ઓળખે છે, તે આત્મહત્યા કરી જ ના શકે. તેણે એમ પણ કહ્યું કે તે પોતે ક્રિમિનલ લોયર (Criminal lawyer)છે અને તેણે તેના ભાઈના રૂમ, પંખા અને પલંગની ઊંચાઈ જોતાં જ તે સમજી ગઈ કે આટલી ઊંચાઈ પર આત્મહત્યા થઇ જ ના શકે’. પ્રિયંકાએ કહ્યું, 'મેં પોતે દહેજ હત્યા અને અન્ય પ્રકારના ગુનાહિત હત્યાના મૃતદેહ(dead body) જોયા છે. આવા કિસ્સામાં, મૃતકની આંખો અને જીભ બહાર આવે છે, પરંતુ સુશાંત સાથે આવું નહોતું. સુશાંતની ડેડ બોડી જોઈને શંકા થઈ હતી. પ્રિયંકા સિંહે એવો પણ આરોપ લગાવ્યો છે કે સુશાંતના મૃત્યુ બાદ તેના ભાઈનું ઘર બદલાઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂત સંબધીત ડ્રગ કેસમાં NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી નું નામ આવ્યું સામે- તેના પર લાગ્યા અનેક ગંભીર આરોપો-અભિનેત્રી ને થઇ શકે છે આટલા વર્ષ ની જેલ
પ્રિયંકાએ આગળ કહ્યું, 'જ્યારથી 2019માં સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તી (Rhea chakraborty)આવી, ત્યારથી તેનું જીવન બરબાદ થવા લાગ્યું.' પ્રિયંકાએ આગળ કહ્યું, 'મારી અને મારા ભાઈ વચ્ચે પહેલીવાર આ બાબતે અણબનાવ થયો હતો. આ બધું છ દિવસમાં થયું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે સુશાંતના જીવનમાં કોઈએ રિયાને કોઈ હેતુથી(intention) મોકલી છે? આના પર તેણીએ કહ્યું, 'હા, બિલકુલ.'તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા (Bandra)એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.હાલ સીબીઆઈ (CBI)આ કેસ ની તપાસ કરી રહી છે.