બહેન સુષ્મિતાની લલિત મોદી સાથેની નિકટતા સહન ન કરી શક્યો રાજીવ સેન-ગુસ્સામાં ભાઈ બહેને કર્યું આ કામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન આ દિવસોમાં આઈપીએલના પૂર્વ ચેરમેન (IPL chairman)લલિત મોદી સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. ગુરુવારે સાંજે લલિત મોદીએ સુષ્મિતા સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ(official) કર્યા હતા. સુષ્મિતા અને લલિતના અફેરના(affair) સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ દરમિયાન સુષ્મિતા સેને તાજેતરમાં તેના ભાઈ રાજીવ સેનને ઈન્સ્ટાગ્રામ(instagram unfollow) પર અનફોલો કરી દીધો છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા ઈન્સ્ટાગ્રામ પર માત્ર 14 લોકોને જ ફોલો કરે છે, જેમાંથી તેનો ભાઈ રાજીવ સેન પણ એક હતો. જો કે હવે તેણે પોતાના ભાઈ રાજીવ સેનને અનફોલો કરીને લલિત મોદીને (follow Lalit modi)ફોલો કર્યા છે. જણાવી દઈએ કે ભાઈ રાજીવે પણ સુષ્મિતાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે.

આ સિવાય સુષ્મિતા રાજીવ સેનની પત્ની ચારુ આસોપાને પણ ઈન્સ્ટાગ્રામ (Charu Asopa follow)પર ફોલો કરે છે. સુષ્મિતા અને લલિતના અફેરના સમાચાર પર ભાઈ રાજીવ સેને પ્રતિક્રિયા આપી હતી. એક મીડિયા હાઉસ  ને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજીવે કહ્યું કે તેને લલિત સાથે સુષ્મિતાના સંબંધોની જાણ નથી. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું, "હું આ અહેવાલોથી ચોંકી ગયો છું. હું કંઈપણ બોલતા પહેલા મારી બહેન સાથે વાત કરીશ. મને તેની બિલકુલ જાણ નહોતી. મારી બહેને હજુ સુધી તેની પુષ્ટિ (confirm)કરી નથી તેથી હું હવે તેના પર ટિપ્પણી નહીં કરી શકું.”

આ સમાચાર પણ વાંચો : લલિત મોદી અને સુષ્મિતા સેન ના ડેટિંગ ના સમાચાર પર અભિનેત્રી ના ભાઈ રાજીવ સેન ની સામે આવી પ્રતિક્રિયા-બંનેના સંબંધો ને લઇ ને કહી આ વાત

તમને જણાવી દઈએ કે IPLના ફાઉન્ડર લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સાથેનો ફોટો શેર કરતા અભિનેત્રીને પોતાની 'બેટર હાફ' (better half)ગણાવી હતી. લલિતની આ પોસ્ટ બાદ ફેન્સને લાગ્યું કે બંનેએ લગ્ન(marriage) કરી લીધા છે. જો કે, બાદમાં આ અફવાઓને ફગાવી દેતા ઉદ્યોગપતિએ (businessman second tweet)બીજી પોસ્ટ કરી. જેમાં તેઓએ લખ્યું છે કે તેઓ માત્ર ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ એકબીજા સાથે લગ્ન કરવાના છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *