News Continuous Bureau | Mumbai
Sushmita sen on aarya 3: બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ના કારણે ચર્ચામાં છે. સુષ્મિતા સેનની ‘આર્યા 3’ વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી વેબ સિરીઝમાંથી એક છે. ચાહકો આ સિરીઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સુષ્મિતા સેને ‘આર્યા 3’ની રિલીઝ ડેટ જાહેર કરી છે.અભિનેત્રી એ એક વિડીયો શેર કરી ને આ જાહેરાત કરી છે.
સુષ્મિતા સેને જાહેર કરી આર્યા 3 ની રિલીઝ ડેટ
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને થોડા સમય પહેલા કહ્યું હતું કે તેની ફેમસ વેબ સિરીઝ ‘આર્યા’ની ત્રીજી સીઝન પૂરી થઈ ગઈ છે. હવે પ્રેક્ષકોની રાહનો અંત લાવતા, સુષ્મિતા સેને તાજેતરમાં જ’ ‘આર્યા 3′ ની સત્તાવાર રિલીઝનો સંકેત સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને મિત્રો સાથે શેર કર્યો. વિડીયો શેર કરતા સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યું, ‘સિંહણના પાછા ફરવાનો સમય આવી ગયો છે.’
સુષ્મિતા સેન દ્વારા આ પોસ્ટ શેર કરતાની સાથે જ તેના પ્રશંસકો અને સહ કલાકારોએ તેના આગામી પ્રોજેક્ટ પર પ્રેમ વરસાવવાનું શરૂ કર્યું. જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ‘આર્યા’ સિઝન 3 સત્તાવાર રીતે ડિઝની+હોટસ્ટાર પર 3 નવેમ્બર, 2023થી સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં સુષ્મિતા ઉપરાંત નમિત દાસ, મનીષ ચૌધરી, સિકંદર ખેર, વિનોદ રાવત લીડ રોલમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: B.Sc લઈને પસ્તાયા હતા અમિતાભ બચ્ચન, કોલેજ માં આ વિષય માં થયા હતા ફેલ, બિગ બી એ કેબીસી ના મંચ પર શેર કર્યો કિસ્સો
