News Continuous Bureau | Mumbai
Sushmita sen: સુષ્મિતા સેન હાલમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ આર્યા 3 માં જોવા મળી હતી. સુષ્મિતા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સુષ્મિતા સેને તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપ કર્યું છે. ત્યરબાદ તેનું નામ લલિત મોદી સાથે જોડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સુષ્મિતા રોહમન ને છોડી ને લલિત મોદી ને ડેટ કરતી હતી.પરંતુ થોડા દિવસ પહેલા સુષ્મિતા અને રોહમન સાથે પાર્ટીમાં જોવા મળ્યા હતા.હવે સુષ્મિતા એ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ ને રોમેન્ટિક અનાજ માં બર્થડે વિશ કર્યું છે.
સુષ્મિતા સેને કર્યું રોહમન શોલ ને બર્થડે વિશ
સુષ્મિતાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે ની એક તસવીર શેર કરી ને તેને બર્થડે વિશ કર્યું હતું. આ તસવીર ની સાથે અભિનેત્રી એ તેને એક પ્રેમ ભર્યું કેપ્શન આપ્યું હતું જેમાં લખ્યું હતું, “બાબુશા @rohmanshawl ને જન્મદિવસની શુભકામનાઓ. તમારી ખુશી માટે હંમેશા ટોસ્ટ! ઘણો પ્રેમ અને પ્રાર્થના.” આ સાથે સુષ્મિતા એ ઘણી બધી ઈમોજી પણ પોસ્ટ કરી છે.
સુષ્મિતા સેન અને રોહમન શોલ 2018 થી એકબીજા ની સાથે હતા પરંતુ 2021 માં બંને ના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા હતા. હવે લગભગ બે વર્ષ પછી, આ કપલ ફરી એકવાર તેમના રોમેન્ટિક સંબંધો માટે સમાચારમાં છે, ખાસ કરીને દિવાળી પાર્ટી માં જેમાં બંને હાથ માં હાથ પરોવી સાથે જોવા મળ્યા હતા.
