Site icon

લલિત મોદી અને સુષ્મિતા સેન ના ડેટિંગ ના સમાચાર પર અભિનેત્રી ના ભાઈ રાજીવ સેન ની સામે આવી પ્રતિક્રિયા-બંનેના સંબંધો ને લઇ ને કહી આ વાત

News Continuous Bureau | Mumbai

સુષ્મિતા સેન અને લલિત મોદીની રોમેન્ટિક તસવીરો(Sushmita Sen Lalit modi photo) જોઈને લોકો ને નવાઈ લાગી છે. વાત એમ છે કે થોડા કલાકો પહેલા લલિત મોદીએ તેના સોશિયલ મીડિયા (social media)પર આ માહિતી શેર કરી હતી કે તે સુષ્મિતાને ડેટ કરી રહ્યો છે. સુષ્મિતા સેનના ચાહકો માટે આ સમાચાર શોકિંગ છે. અભિનેત્રી બિઝનેસમેન અને IPLના સ્થાપક લલિત મોદીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી રોમેન્ટિક તસવીરો વાયરલ (romantic photo)થઈ રહી છે. આવી સ્થિતિમાં, સુષ્મિતાના ભાઈ રાજીવ સેનને (Rajeev sen)પણ આ જાણી ને આશ્ચર્ય થયું છે. નવાઈની વાત એ છે કે, સુષ્મિતાના ભાઈ રાજીવ સેનને પણ આ સંબંધ વિશે ખબર નહોતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કરણ જોહર ના શો કોફી વિથ કરણ માં થશે ગૌરી ખાન ની એન્ટ્રી-શું પુત્ર આર્યન ખાન ના ડ્રગ કેસ ને લઇ ને કરશે ખુલાસો

વાસ્તવમાં, એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં રાજીવ સેને કહ્યું- 'હું આ સમાચારથી(news) ચોંકી ગયો છું, હું ખુશ છું પરંતુ મને પણ આ સંબંધ વિશે ખબર નહોતી. હું મારી બહેન સાથે વાત કરીશ, તો જ હું કંઈ કહી શકીશ. જો આ વાત સાચી હોય તો તેનો અર્થ એ છે કે સુષ્મિતાએ આ સંબંધને પરિવારથી પણ છુપાવ્યો હતો.’

તમને જણાવી દઈએ કે લલિત મોદીએ શેર કરેલી પોસ્ટમાં બંને ખૂબ જ કોઝી (cozy)દેખાઈ રહ્યા છે અને ફોટો શેર કરતા લલિત મોદીએ કહ્યું કે તેઓ બંને તેમના જીવનની આ નવી શરૂઆતને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ફોટા સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને કેટલા ખુશ(happy) છે. આ સાથે લલિતે સુષ્મિતાને પોતાની 'બેટર હાફ' અને 'પાર્ટનર ઇન ક્રાઇમ' ગણાવી છે. તસવીરો જોઈને એવું લાગી રહ્યું હતું કે બંને એ લગ્ન કરી લીધા છે, પરંતુ બાદમાં લલિત મોદીએ સ્પષ્ટ કર્યું કે બંને માત્ર ડેટિંગ (dating)કરી રહ્યા છે, પરંતુ એક દિવસ લગ્ન ચોક્કસ થશે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version