News Continuous Bureau | Mumbai
Sushmita sen: સુષ્મિતા સેન 90 ના દાયકા ની સફળ અભિનેત્રી માની એક છે. ફિલ્મો બાદ સુષ્મિતા એ તેનો જાદુ ઓટીટી પર પણ ચલાવ્યો. સુષ્મિતા ની સિરીઝ આર્યા ને લોકો એ ખુબ પ્રેમ આપ્યો. સુષ્મિતા સેન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. સુષ્મિતા અવારનવાર તેની સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ અભિનેત્રી અઝરબૈજાન માં રજાઓ માણી રહી છે. જ્યાંથી સુષ્મિતા એ તેનો એક વિડીયો પોસ્ટ કર્યો છે જે ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
સુષ્મિતા સેને શેર કર્યો વિડીયો
સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અઝરબૈજાન વેકેશનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુષ્મિતા હોટ પૂલમાં સ્વિમિંગ કરી રહી છે. સુષ્મિતા એ બ્લેક મોનોકિની પહેરી છે.આ વિડીયો ને કરતા સુષ્મિતા એ લખ્યું, “બરફથી ઢંકાયેલ પર્વતો, માઈનસ 1 તાપમાન, ગરમ આઉટડોર પૂલ… અને અલબત્ત ડાઈવ કરવાની ઈચ્છા!!! ઉફ્ફફફ કેવો અનુભવ છે… મુક્ત થવાનો (ઝિંગ) અને એક સાથે કુદરત! હું તમને પ્રેમ કરું છું !!!
View this post on Instagram
સુષ્મિતા સેન ના આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો સુષ્મિતા સેન ના વખાણ પણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Anupama: સિરિયલ અનુપમા માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી! શો માં ભજવશે આ ભૂમિકા,જાણો વિગત