Site icon

Sushmita sen: કેમ સુષ્મિતા સેને લીધો હતો એક્ટિંગ માંથી બ્રેક? અભિનેત્રી એ જણાવ્યું આ પાછળ નું કારણ

Sushmita sen: સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યાનો ત્રીજો ભાગ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ સિરીઝ નું સુષ્મિતા એ જોરશોર થી પ્રમોશન કર્યું હતું. આ દરમિયાન સુષ્મિતા એ તેના એક્ટિંગ કરિયર માંથી બ્રેક લેવા અંગે વાત કરી હતી.

sushmita sen reveal why she take long break after 2015

sushmita sen reveal why she take long break after 2015

News Continuous Bureau | Mumbai

Sushmita sen: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન એ બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપી છે. પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે સુષ્મિતા તેની પર્સનલ લાઈફ ને લઇ ને પણ ચર્ચા માં રહેતી હોય છે. સુષ્મિતા સેને વર્ષ 1996 માં આવેલી ફિલ્મ દસ્તક થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેને ઘણી હિટ ફિલ્મો આપી. પરંતુ વર્ષ 2015 પછી તે એકપણ ફિલ્મ માં જોવા મળી ન હતી. ત્યારબાદ સુષ્મિતા એ વર્ષ 2020 માં આવેલી વેબ સિરીઝ આર્યા થી ધમાકેદાર વાપસી કરી. હવે અભિનેત્રીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે ફિલ્મોમાંથી આટલો લાંબો બ્રેક કેમ લીધો હતો.

Join Our WhatsApp Community

 

સુષ્મિતા સેને કર્યો ખુલાસો 

સુષ્મિતા સેને મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં કહ્યું કે, ‘મેં ફિલ્મો છોડી દીધી તેનું કારણ એ છે કે હું 2010થી એ જ 201 એક્સપ્રેશન્સ આપીને કંટાળી ગઈ હતી. બસ હું આજ કરતી હતી. હું કંઈક બીજું કરવા માંગતી હતી. જેમ જેમ ઉંમર વધતી જતી હતી તેમ તેમ હું તેનાથી ખુશ નહોતી. હું ફરીથી વિદ્યાર્થી બનવા માંગતી હતી’.સુષ્મિતા ત્યારે વધુ વર્કશોપમાં હાજરી આપતી હતી અને એક મહેનતું વિદ્યાર્થી હતી. આ વિશે વાત કરતા તેને કહ્યું ‘હું ઇચ્છતી હતી કે તે મને શીખવે અને મને કહે કે તું આ કામમાં ખરાબ છે, અમે તને કહીશું કે તે કેવી રીતે કરવું. આર્યાએ મારા માટે કંઈક આવું જ કર્યું. મારી પાસે 14-કલાકની વર્કશોપ હતી, અન્ય કલાકારો આવતા અને જતા અને હું ત્યાં કાયમી હતી, મને ફક્ત શીખવાની ભૂખ હતી. હું 21 દિવસ સુધી દરરોજ રાત્રે મોડી જતી અને મને તે ગમતું. મને સારું લાગ્યું કે હું શીખી રહી છું કે મારે મારું કામ કેવી રીતે કરવું.’

આ  સમાચાર પણ વાંચો : Khichdi 2 trailer: નવા મિશન સાથે તમને હસાવવા આવી રહ્યો છે પારેખ પરિવાર, ખીચડી 2 નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

તમને જણાવી દઈએ કે, સુષ્મિતા છેલ્લે ‘તાલી’ માં જોવા મળી હતી. આ ફિલ્મ માં સુષ્મિતા સેન ના  અભિનય ના ખુબ વખાણ થયા હતા. હવે સુષ્મિતા ફરી આર્યા ની સીઝન 3 માં જોવા મળશે 

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version