News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હંમેશા સમાચારમાં રહે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઈન્સમાં છવાયેલી છે. વાસ્તવમાં IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ(Lalit Modi date) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોકોને જાણ કરી હતી કે તેઓ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે. ત્યારથી લોકોમાં સુષ્મિતા સેન અને લલિત મોદીને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ સમયે સુષ્મિતા સેન ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તે તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ (Rohman shawl)સાથે જોવા મળી છે. આ દરમિયાન તેમની પુત્રી રિની સેન પણ તેમની સાથે હતી. સુષ્મિતા સેન અને રોહમન શાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral)થઈ રહ્યો છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram) પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે સુષ્મિતા સેન તેની દીકરી રિની સેન અને એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે જોવા મળી રહી છે. આ પછી, પાપારાઝીના કહેવા પર, ત્રણેય એકસાથે પોઝ(pose) આપે છે. આ ત્રણેયને મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં જોવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ સુષ્મિતા સેન અને રોહમન શૉલને સાથે જોવા પર ઉગ્ર ટિપ્પણી(comments) કરી રહ્યા છે.સુષ્મિતા સેન અને રોહમન શૉલના વીડિયો પર એક યુઝરે લખ્યું, 'લલિત ભાઈ ક્યાં છે?' એક યુઝરે લખ્યું છે કે, 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'. એક યુઝરે લખ્યું, 'આ બોયફ્રેન્ડ સુષ્મિતા માટે બરાબર હતો.' એક યુઝરે લખ્યું, 'આ પ્રેમને શું નામ આપું?' આ રીતે ઘણા યુઝર્સે સુષ્મિતા સેન વિશે કોમેન્ટ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટની આ બે ફિલ્મો થઇ ઓસ્કર નોમિનેશન ની રેસમાં સામેલ-વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ પણ છે લાઈન માં-જાણો કોને મળશે એન્ટ્રી
સુષ્મિતા સેને લાંબા સમય સુધી રોહમન શૉલને ડેટ કરી હતી અને બાદમાં બંનેનું બ્રેકઅપ(breakup) થઈ ગયું હતું. રોહમન શૉલ જ્યારે સુષ્મિતા સેન સાથે રિલેશનશિપમાં(relationship) હતો ત્યારે તે તેની દીકરીઓ સાથે સારો બોન્ડ શેર કરતો હતો. સુષ્મિતા સેન અને રોહમન શૉલ તેમના સંબંધો દરમિયાન સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટા અને વીડિયો શેર કરતા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સુષ્મિતા સેન છેલ્લે વર્ષ 2021માં તેની સુપરહિટ વેબ સિરીઝ 'આર્યા'ની બીજી સીઝનમાં(Aarya season-2) જોવા મળી હતી.