News Continuous Bureau | Mumbai
Aarya 3 teaser: સુષ્મિતા સેન ટૂંક સમયમાં તેની બહુચર્ચિત વેબ સિર્ટીઝ ‘આર્યા 3’ સાથે ધૂમ મચાવવા આવી રહી છે, જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.. ટીઝરમાં સુષ્મિતા સેનની એક્શન સ્ટાઈલ જોઈને લોકો તેના દીવાના થઇ રહ્યા છે. સુષ્મિતા સેન ‘આર્યા’ના ત્રીજા ભાગમાં પહેલા કરતા વધુ ખૂંખાર અવતારમાં જોવા મળશે. આ વખતે તે પોતાના પરિવારને બચાવવા માટે દરેક હદ પાર કરવા તૈયાર છે. પરંતુ, આ ખતરનાક રમતમાં તેનો જીવ જોખમમાં છે…
આર્યા 3 નું ટીઝર
ટીઝર ની શરૂઆત સુષ્મિતા સેનના ડાયલોગથી થાય છે. તે કહે છે, “એક વાર્તાની શરૂઆત જે મારા હાથમાં ન હતી, મારે તેને સમાપ્ત કરવી પડી. પરંતુ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ આ રીતે સમાપ્ત થશે.” સંવાદ પૂરો થતાંની સાથે જ ગોળી સુષ્મિતા સેનના શરીરમાંથી પસાર થાય છે અને તે પડી જાય છે.આ ટીઝર જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે ‘આર્યા’નો 3 ભાગ પહેલા અને બીજા પાર્ટ કરતા વધુ પાવરફુલ હશે.
સુષ્મિતા સેન ની કારકિર્દી
સુષ્મિતા સેનના કામ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તે વેબ સિરીઝ ‘તાલી’ માં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં જોવા મળી હતી. સુષ્મિતાનું આ પાત્ર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. હવે સુષ્મિતા સેન ટૂંક સમયમાં જ ‘આર્યા’ 3 માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Tejas trailer release: કંગના રનૌતની ફિલ્મ તેજસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આતંકવાદ સામે પંગા કવિને કરી યુદ્ધ ની જાહેરાત
