Site icon

Aarya 3 trailer: આર્યા 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,બાળકો માટે હાથમાં હથિયાર સાથે દુશ્મનો પર હુમલો કરતી જોવા મળી સુષ્મિતા સેન

Aarya 3 trailer: સુષ્મિતા સેનની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ આર્યા 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સિરીઝ ના ટ્રેલર ને જોતા એવું લાગે છે કે, આ સીઝન તેની બન્ને સીઝન કરતા વધુ ધમાકેદાર સાબિત થવાની છે

sushmita sen web series aarya 3 trailer release

sushmita sen web series aarya 3 trailer release

News Continuous Bureau | Mumbai 

Aarya 3 trailer: સુષ્મિતાની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ ‘આર્યા 3’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે આ  સિરીઝનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર દ્વારા સુષ્મિતા સેને સંકેત આપ્યો છે કે સિરીઝની નવી સીઝન પહેલી બે સીઝન કરતા વધુ ખતરનાક અને પાવરફુલ હશે. આ ટ્રેલરમાં સુષ્મિતા સેનના ઘણા ચોંકાવનારા દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

 

આર્યા 3 નું ટ્રેલર 

આ ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે સુષ્મિતા તેના પરિવારના કાળા અફીણના ધંધામાં ફસાઈ રહી છે. તેણીને રશિયન લોકો પાસેથી મોટી ડીલ મળી છે અને તે આ ડીલ પૂર્ણ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહી છે. આ બધા પાછળ એક જ ઉદ્દેશ્ય છે અને તે છે તેના બાળકોને સુરક્ષિત રાખવાનો. ટ્રેલરમાં ઘણા વિસ્ફોટક સંવાદો છે, જેમાંથી એક છે – ‘ક્યારેક માતાને પોતાના બાળકોની સુરક્ષા માટે રાક્ષસ બનવું પડે છે’.

આ સિઝનમાં ઘણા નવા કલાકારો જોવા મળી રહ્યા છે.આ સીઝન માં પણ સિકંદર ખેર જોવા મળી રહ્યો છે જે સુષ્મિતા સેનને તેના સિંહણ અવતારની યાદ અપાવી રહ્યો છે. આ વેબ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 3 નવેમ્બરે સ્ટ્રીમ  થશે. આ વખતે એ બતાવવામાં આવશે કે કેવી રીતે આર્યા એ જ અફીણના વેપારને પોતાનું હથિયાર બનાવશે જેનાથી તેને નફરત હતી.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત

Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Salman-Aishwarya Hit Song Controversy: જે ગીત પર તમે વર્ષો સુધી ઝૂમ્યા, તે નીકળ્યું હોલીવુડની કોપી! સલમાન-ઐશ્વર્યાના ‘આઇકોનિક’ સોન્ગ પર લાગ્યો ધૂન ચોરીનો આરોપ
Who is Medha Rana: ‘બોર્ડર 2’ માં વરુણ ધવનની હિરોઈન તરીકે પસંદ થઈ મેધા રાણા; જાણો આ ગ્લેમરસ અભિનેત્રીનો રિયલ લાઈફ ‘ફૌજી’ પરિવાર સાથેનો સંબંધ
Exit mobile version