News Continuous Bureau | Mumbai
જ્યારથી બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદના લગ્ન થયા છે, ત્યારથી બંને લાઈમલાઈટમાં છે. લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી સ્વરા ભાસ્કર માતા બનવા જઈ રહી છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ આ બધા પછી હવે સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેના પછી સ્વરા ભાસ્કર માતા બનવાની છે તેવા સમાચારની પુષ્ટિ થઈ છે.
સ્વરા ભાસ્કર છે પ્રેગ્નેન્ટ
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ક્યારેક તેનું એક નિવેદન વાયરલ થઈ જાય છે, તો ક્યારેક સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર તસવીર સાથે છવાયેલી રહે છે. દરમિયાન આવા સમાચાર સામે આવી રહ્યા છે. જેણે સૌને ચોંકાવી દીધા છે. સ્વરા ભાસ્કરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરીને પુષ્ટિ કરી છે કે તે માતા બનવા જઈ રહી છે. સ્વરા ભાસ્કરે શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી તેના પતિ ફહાદ અહેમદ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળે છે. આ તસ્વીરોમાં સ્વરા ભાસ્કરનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્વરા ભાસ્કરની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા દિવસોથી સ્વરા ભાસ્કરની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવી રહ્યા હતા. તો ચાલો જોઈએ સ્વરા ભાસ્કરની આ તસવીરો જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.
View this post on Instagram
ફેબ્રુઆરી માં થયા હતા સ્વરા ભાસ્કર ના લગ્ન
સ્વરા ભાસ્કરે 16 ફેબ્રુઆરી 2023ના રોજ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ હવે સ્વરા ભાસ્કરે ચાહકોને આ ખુશખબર આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ખૂબ જ ખુશ છે, જ્યારે ટ્રોલર્સે તેમની ક્લાસ લગાવી છે.
આ સમાચાર પણ વાંચો: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અક્ષરા એ કર્યો શિવ તાંડવ, પ્રણાલી રાઠોડનું ઉગ્ર સ્વરૂપ જોઈને ટીવી ની સાઈ એટલે કે આયેશા સિંહે કરી આ ટિપ્પણી