Swara bhaskar: શું પતિ ની જેમ રાજનીતિ માં ઝંપલાવશે સ્વરા ભાસ્કર? લોક સભા ની આ સીટ પર લડી શકે છે ચૂંટણી

swara bhasker may contest in lok sabha elections 2024

News Continuous Bureau | Mumbai 

Swara bhaskar: સ્વરા ભાસ્કર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. સ્વરા એ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થાય છે કે સ્વરા ટૅન પતિ ની જેમ રાજનીતિ માં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ સ્વરા ભાસ્કર લોકસભા ચૂંટણી લડવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સ્વરા ભાસ્કરને મુંબઈથી લોકસભાની ટિકિટ આપી શકે છે

આ સમાચાર પણ વાંચો : Urvashi rautela: અભિનય બાદ હવે રાજનીતિ માં એન્ટ્રી કરશે ઉર્વશી રૌતેલા? અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

 

સ્વરા ભાસ્કર લડશે લોકસભા ની ચૂંટણી 

મીડિયા રિપોર્ટ મુજબ સ્વરા ભાસ્કર ને કોંગ્રેસ મુંબઈની ઉત્તર-મધ્ય સીટ પરથી લોકસભાની ટિકિટ આપી શકે છે. આ બેઠક પર ભાજપના પૂનમ મહાજન સાંસદ છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્વરા ભાસ્કર કોંગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં છે. તેમજ કોંગ્રેસ પણ સ્વરા ભાસ્કરના નામ પર વિચાર કરી શકે છે.