News Continuous Bureau | Mumbai
Swara bhaskar: સ્વરા ભાસ્કરે પોલિટિશિયન ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ દંપતી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક બાળકીના માતા-પિતા બન્યા હતા. સ્વરા એ તેની દીકરી નું નામ રાબિયા રાખ્યું છે. અન્ય સેલેબ્રીટી ની જેમ સ્વરા એ તેની પુત્રી નો ચહેરો જાહેર કર્યો નથી.ગઈકાલે સ્વરા એ તેની દીકરી રાબિયા સાથે સાથે બકરીદની ઉજવણી કરી હતી. હવે ઈદ અલ-અધાના અવસર પર સ્વરાએ રાબિયા ના ફોટા શેર કર્યા હતા. જો કે, તેને હજુ પણ દીકરી નો ચહેરો જાહેર કર્યો નથી.
આ સમાચાર પણ વાંચો: Sonakshi sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી સિન્હા, અભિનેત્રી ની તેના કથિત સાસરીવાળા સાથેની તસવીર થઇ વાયરલ
સ્વરા ભાસ્કરે શેર કર્યા દીકરી ના ફોટા
સ્વરા ભાસ્કરે તેની દીકરી ના ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે આ ફોટા ની સાથે સ્વરા એ કેપ્શન માં લખ્યું, ‘આ રાબુની પહેલી બકરીદ હતી.ભલે ફહાદ અને હું એક જ શહેરમાં ન હતા, મારા માતા-પિતા અને મિત્રોએ રાબુ માટે આ પ્રથમ ઈદ ખુશીઓથી ભરી અને ઉજવણીને ખાસ બનાવી. હું ખૂબ આભારી છું કે મારા બાળક પાસે એવા લોકો છે જેઓ જાણે છે કે તહેવારો ખુશી અને પ્રેમ વહેંચવા માટે હોય છે. હૃદય અને પેટ ભરાઈ ગયા છે! સૌભાગ્ય પૂર્ણ!’
It was Raabu’s first Bakr-Eid .. Even though @FahadZirarAhmad and I weren’t in the same city my parents and friends made this first Eid joyous and celebratory for Raabu. I feel so grateful that my baby has a tribe that knows that festivals are meant to share joy & love. Heart &… pic.twitter.com/gP1ldJdBNb
— Swara Bhasker (@ReallySwara) June 17, 2024
તમને જણાવી દઈએ કે, સ્વરા અને ફહાદે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. તે જ વર્ષે જૂનમાં સ્વરાએ ફહાદ સાથે તેની પ્રથમ ગર્ભાવસ્થાના સમાચાર જાહેર કર્યા હતા
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)