ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
બૉલિવુડના નિર્માતા ભૂષણકુમાર સામે 30 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર પીડિતા પર નિર્માતાની કંપનીમાં કામ મેળવવાના બહાને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો સૂચવે છે કે હજી સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
આ કેસ મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૩૭૬, ૪૨૦, ૫૦૬ હેઠળ નોંધવામાં આવ્યો છે. ભૂષણકુમારે ૨૦૧૭થી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં મહિલા પર અત્યાચાર ગુજાર્યો હોવાના અહેવાલ છે. મહિલાનો આરોપ છે કે તેની ઉપર ત્રણ જુદાં-જુદાં સ્થળોએ બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેને આ વિશે કોઈને વાત નહીં કરવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ હવે ભૂષણકુમારની પૂછપરછ કરી અને નિવેદન રેકૉર્ડ કરે એવી સંભાવના છે. જોકેભૂષણ હાલ મુંબઈમાં નથી.
ઉલ્લેખનીય છે કે ભૂષણકુમારે 1997માં તેમના પિતા ગુલશનકુમારના નિધન બાદ મ્યુઝિક કંપની ટીસિરીઝનો કબજો લીધો હતો. એ સમયે તે માત્ર 19 વર્ષનો હતો. તેણે ‘તુમ બિન’, ‘ભૂલ ભુલૈયા’, ‘રેડી’ અને ‘આશિકી 2’ જેવી ફિલ્મ્સ બનાવી છે.