News Continuous Bureau | Mumbai
Taali : અભિનેત્રી સુષ્મિતા સેનની ધમાકેદાર સિરીઝ ‘તાલી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવતાની સાથે જ સુષ્મિતાનું ગૌરી સાવંતનું પાત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ સિરીઝમાં તે ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે. તેની ‘તાલી’ આખા ટ્રેલરમાં ગુંજી રહી છે. ટ્રેલરમાં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું જીવન અને સંઘર્ષ ની વાર્તા બતાવતી જોવા મળે છે.
તાલી નું ટ્રેલર થયું રિલીઝ
‘તાલી’નું ટ્રેલર સુષ્મિતા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ વીડિયોમાં અભિનેત્રીના લુક અને એટીટ્યુડથી તમે પણ પ્રભાવિત થઈ જશો. ટ્રેલર શેર કરતા લખ્યું, ‘ગૌરી આવી છે, આત્મસન્માન, સન્માન અને સ્વતંત્રતાની વાર્તા લઈને. #તાળી પાડો – વગાડો!’ આ ટ્રેલરમાં ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો સંઘર્ષ જોઈને તમારી આંખો ભીની થઈ જશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગૌરીના પાત્રમાં સુષ્મિતા સમાજમાંથી પોતાના અધિકારો માટે લડે છે. વેબ સિરીઝ ‘તાલી’માં જોવામાં આવ્યું છે કે કેવી રીતે ગૌરી સમાજ સામે લડીને પોતાની ઓળખ એક સામાજિક કાર્યકર તરીકે બનાવે છે. અભિનેત્રીની દમદાર શૈલી સિરીઝ માં બતાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Electricity Project: મુંબઈમાં 2,000 મેગાવોટ વીજળી લાવવા માટે બે વીજળી પ્રોજેક્ટનું કામ જારી…. શું વિજળીના બિલમાં થશે ફાયદો.. જાણો સંપુર્ણ વિગતો અહીં….
ફ્રી માં જોઈ શકાશે ‘તાલી’
રવિ જાધવ દ્વારા દિગ્દર્શિત ‘તાલી’ માં સુષ્મિતા સેન ગૌરી સાવંતનો રોલ કરી રહી છે. આ વેબ સિરીઝ કોઈ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક જીવન પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આ સિરીઝ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. Jio સિનેમા પર ‘તાલી’ ફ્રીમાં જોઈ શકાય છે.
