Site icon

તાપસી પન્નુ ફોટોગ્રાફર્સ પર થઈ ગુસ્સે- ફોટો પાડવાને લઈને સંભળાવી દીધી ખરીખોટી-  યુઝર્સે લીધી આડે હાથ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) તાપસી પન્નુ(Taapsee Pannu) હાલના દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તે પોતાની ફિલ્મોને લઈને હેડલાઈન્સમાં રહે છે. પરંતુ આ હાલ તે પોતાના વલણને કારણે પણ લોકોની નજરમાં આવી રહી છે. તેના પાપારાઝી(Paparazzi) સાથે વાત કરતા વીડિયો વાયરલ થતા રહે છે. ફરી એકવાર તાપસી પોતાના વર્તનને કારણે ટ્રોલર્સના નિશાને આવી છે.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર વાયરલ(Viral video) થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ફોટોગ્રાફર્સે તાપસીને દિવાળીને શુભેચ્છા(Happy Diwali) પાઠવી હતી. એક્ટ્રેસે પણ સામે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તાપસી કારનો દરવાજો ખોલીને અંદર બેસવા જાય છે, પરંતુ ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સ કારના દરવાજે આવીને ઊભા રહી જાય છે. આ જોઈને અભિનેત્રી ભડકી ગઈ હતી. તેણે તરત પોતાનું માથું હલાવતા કહ્યું હતું, 'ઓહ માય ગોડ, ઓહ માય ગોડ, મારી પર એટેક ના કરો. પછી તમે લોકો જ કહો છે કે બૂમો પાડું છું. આવું ના કરો, આવું ના કરો.'

આ સમાચાર પણ વાંચો : મિલી ના પ્રમોશન માટે ઝલક દિખલા જા ના સેટ પર પહોંચી જ્હાન્વી કપૂર-શો ની જજ માધુરી દીક્ષિત સાથે કર્યો ડાન્સ-આવી શ્રીદેવી ની યાદ-જુઓ વિડીયો

તાપસી પન્નુ વારંવાર આ રીતે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થાય છે તે વાત યુઝર્સને પસંદ નથી. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું, 'બકવાસ એક્ટર, બકવાસ બિહેવિયર.' તો અન્ય એકે કોમેન્ટ કરી કે, 'બીજી જયા બચ્ચન(Jaya Bachchan) બની રહી છે.' જોકે, ઘણાં યુઝર્સે તાપસી પન્નુનો સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે ફોટોગ્રાફર્સને પોતાની લિમિટની ખબર હોવી જોઈએ. નોંધનીય છે કે જયા બચ્ચન પણ અવારનવાર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતા હોય છે. 

તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'દોબારા'માં જોવા મળી હતી. એકતા કપૂર દ્વારા નિર્મિત, આ ફિલ્મ સ્પેનિશ થ્રિલર ફિલ્મ મિરાજની હિન્દી રિમેક હતી. ગયા મહિને રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે તાપસી ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે 'ડંકી'માં જોવા મળશે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version