ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ તેની ફિલ્મી કરિયરમાં વૈજ્ઞાનિક, વકીલ, હોકી પ્લેયર, શાર્પશૂટર સહિત અનેક મજબૂત ભૂમિકાઓ ભજવી છે. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે મોટા પુરૂષ કલાકારો મારી સાથે સ્ક્રીન શેર કરવાનું ટાળે છે.
તાજેતરમાં, મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, તાપસીએ કહ્યું હતું કે મોટા, નવા સ્ટાર્સ પણ તેની સાથે કામ કરવાનું ટાળે છે. તેણે કહ્યું કે એકવાર એક મોટા સ્ટારે તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં તાપસી ડબલ રોલમાં હતી. અભિનેતાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેણે કહ્યું હતું કે તાપસીને હેન્ડલ કરવી મુશ્કેલ છે, તો તે 2-2 તાપસીને કેવી રીતે હેન્ડલ કરી શકશે. તેણે વધુમાં કહ્યું કે એકવાર અન્ય સ્ટારે મારી સાથે કામ કરવાની ના પાડી દીધી જ્યારે તેને લાગ્યું કે ફિલ્મના અંતે તાપસીને સહાનુભૂતિ મળશે. તાપસીએ કહ્યું કે આ એ અભિનેતા હતો જેની સાથે મેં ભૂતકાળમાં કામ કર્યું હતું, અને તેણીને પણ તે અભિનેતા પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ અભિનેતા તાપસીની અપેક્ષાઓ પર ખરો નહોતો ઉતર્યો. આ પછી, તાપસી એ કોઈ નું નામ લીધા વિના માત્ર એટલું જ કહ્યું કે તે ખૂબ મોટા એક્ટર હતા. તાપસીએ તેને અન્યાય ગણાવ્યો.
તાપસી વધુમાં કહે છે કે જ્યારે પણ તે કોઈ નિર્માતા સાથે ફિલ્મ અંગે ચર્ચા કરવા બેસે છે ત્યારે તેને પાંચ કલાકારોની યાદી આપવામાં આવે છે જેમણે માંડ માંડ એક કે બે ફિલ્મોમાં કામ કર્યું હોય. તે સ્થિતિમાં પણ ઘણા નવા કલાકારો મારી સાથે કામ કરવાની ના પાડી દે છે.
હૃતિક રોશનની પડોશી બની ‘દંગલ' ગર્લ સાન્યા મલ્હોત્રા, જુહુમાં ખરીદ્યું આટલું મોંઘું ઘર; જાણો વિગત
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ તાપસીની ફિલ્મ 'રશ્મિ રોકેટ' આવી હતી, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત પ્રિયાંશુ પૈન્યુલી, સુપ્રિયા પાઠક, અભિષેક બેનર્જી અને મંત્રા પણ મહત્વની ભૂમિકામાં હતા. અક્ષર ખુરાના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રશ્મિ રોકેટ' 15 ઓક્ટોબરના રોજ OTT પર રિલીઝ થઈ હતી.