TMKOC: તારક મહેતા ના 17 વર્ષ પૂર્ણ થવા પર તન્મય વકારિયાનો ભાવનાત્મક પ્રતિસાદ, બાઘા એ જણાવ્યું કેમ લોકો શો ના જુના એપિસોડ જોવાનું પસંદ કરે છે

TMKOC: તારક મહેતા માં બાઘા તરીકે જાણીતા તન્મય વકારિયાએ કહ્યું કે શો આજે પણ લોકોના દિલમાં છે

by Zalak Parikh
Taarak Mehta Bagha Breaks Silence on Show 17-Year Journey

News Continuous Bureau | Mumbai

TMKOC: લાંબા સમયથી લોકોના દિલમાં વસેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” (Taarak Mehta Ka Ooltah Chashmah) એ તાજેતરમાં 17 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે 18મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે બાઘા (Bagha) નું પાત્ર ભજવનાર તન્મય વકારિયાએ શો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેણે જણાવ્યું કે, “હું દરેક પાત્ર અને કહાની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો છું, તેથી દરેક એપિસોડ મને ખાસ લાગે છે.”

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ ટીવી કલાકારો માટે કરી નેશનલ એવોર્ડની માંગ, સ્મૃતિ ઈરાની ના કમબેક પર કહી આવી વાત

જૂના એપિસોડ વધુ મજેદાર હોવાની ચર્ચા પર તન્મયનો જવાબ

તન્મય વકારિયાએ જણાવ્યું કે, “લોકો કહે છે કે જૂના એપિસોડ વધુ મજેદાર હતા, પણ હું એ વાતથી સહમત નથી. દરેક એપિસોડમાં અમારું શ્રેષ્ઠ આપવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ક્યારેક કોઈ પંચ કામ કરે છે, ક્યારેક નહીં – પણ એ શોનો ભાગ છે.” તેણે ઉમેર્યું કે, “આ શો માત્ર એક કાર્યક્રમ નથી, એ એક યાત્રા છે જે દર્શકો સાથે વહેંચાયેલી છે.”


તન્મયે કહ્યું કે, “શો સાથે જોડાવું એ મારા માટે ગૌરવની વાત છે. આજે પણ લોકો શો માટે એટલો  જ પ્રેમ દર્શાવે છે જેટલો 17 વર્ષ પહેલા કરતા હતા. અમે હજી પણ લોકોને હસાવવાનો પ્રયાસ કરીએ છીએ.” તન્મયે કહ્યું કે, “શોનો મૂળ ભાવ આજે પણ જળવાયેલો છે. અમે દર્શકો સાથે જે સંબંધ બનાવ્યો છે, એ અમારું સૌથી મોટું બળ છે.” બાઘા તરીકે તેનો અનોખો અંદાજ અને કોમિક ટાઈમિંગઆજે પણ લોકપ્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More