News Continuous Bureau | Mumbai
TRP list: સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)એ TRP રેસમાં ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવા શોઝને પછાડી દીધા છે. તાજેતરમાં જાહેર થયેલી TRP લિસ્ટમાં ‘તારક મહેતા…’ નંબર 1 પર પહોંચી ગયો છે. શોમાં ચાલી રહેલા ‘ભૂતની’ ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Fatima Sana Shaikh: આ ગંભીર બીમારી થી પીડાતી હતી ફાતિમા સના શેખ, અભિનેત્રી એ પોતે કર્યો ખુલાસો
TRPમાં મોટું ઉલટફેર
અનુપમા’ (Anupamaa) લાંબા સમયથી TRPમાં ટોચ પર હતો, જ્યારે ‘તારક મહેતા…’ છેલ્લા કેટલાક સમયથી ટોપ 10માં પણ નહોતો. પરંતુ આ અઠવાડિયે ‘તારક મહેતા…’એ TRP ચાર્ટમાં ટોચની પોઝિશન મેળવી છે.અનુપમા યાદીમાં બીજા નંબરે છે.આ યાદીમાં ત્રીજા નંબરે સ્ટાર પ્લસનો શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છે.યાદીમાં ચોથા અને પાંચમા ક્રમે ઉડને કી આશા અને એડવોકેટ અંજલિ અવસ્થી નો સમાવેશ થાય છે.
After ages #tmkoc is on number 1😍
The bhootni episodes always work out😂💥
I had always thought that only Daya’s re-entry track would beat #Anupamaa in trp charts, but they managed to do it before that🙌 pic.twitter.com/HqG80fNUoK— Komal (@Komal_A05) June 26, 2025
તારક મહેતા શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દર્શકોનો આભાર માન્યો છે. તેમણે લખ્યું, “તમારા પ્રેમ અને સાથથી ‘તારક મહેતા…’ ફરીથી TRPમાં નંબર 1 બન્યું છે.” ફેન્સ પણ આ સફળતાથી ખૂબ ખુશ છે અને શોના નવા ટ્રેકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)