ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
ટેલિવિઝન જગતનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યુ છે. આ શોનું દરેક પાત્ર કોમેડીથી લોકોનું દિલ જીતી લે છે. તમને જણાવી દઈએ કે સીરિયલમાં જોવા મળતો દરેક પાત્ર હકીકતની જિંદગીમાં એકદમ અલગ છે. સીરિયલમાં એવું જ એક પાત્ર છે પત્રકાર પોપટલાલનું, જે સીરિયલમાં તો કુંવારો છે જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવે છે, ત્યારે થોડા અવરોધ આવે છે અને પછી પોપટલાલ ઉદાસ થઈને બેસી જાય છે. પરંતુ આ વખતે લાગે છે કે તેઓ આ શોમાં લગ્ન કરશે.
છોટા રાજનને હોસ્પિટલમાં બેડ મળી જાય છે પણ મારા સ્વજનને નથી મળતો. ઈરફાન ખાનની પત્ની નો બળાપો.
શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનમાં પોપટલાલ એટલે કે શ્યામ પાઠકના લગ્ન થયેલા છે અને તેમને બે પુત્ર અને એક સુંદર પુત્રી છે. તેની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. તેની પત્નીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મળ્યો હતો. બન્ને પહેલા મિત્ર બન્યા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તેમણે પરિવારજનોને જણાવ્યા વિના લગ્ન કરી લીધા હતા. શરુઆતમાં બન્નેના પરિવારના લોકો નારાજ થયા, પરંતુ સમય પસાર થયા બાદ બન્નેના પરિવારોએ તેમને સ્વીકારી લીધા.
આપને જણાવી દઈએ કે શ્યામ અને રેશમીને ત્રણ બાળકો પણ છે. દીકરીનું નામ નિયતિ અને મોટા દીકરાનું નામ પાર્થ છે. જયારે તેમના નાના દીકરાનું નામ શિવમ છે.