News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી નું પાત્ર ભજવી ને પ્રખ્યાત થનાર અભિનેતા ગુરુચરણ સિંહ ગુમ થયેલ છે. અભિનેતા ના પિતા એ આ મામલે પોલીસ માં ફરિયાદ પણ નોંધાવી છે.હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેનિફર મિસ્ત્રી એ ગુરુચરણ સિંહ ના ગુમ થવા પર શોક વ્યક્ત કર્યો છે. આ શોમાં જેનિફરે સોઢીની પત્ની રોશન સોઢીનું પાત્ર ભજવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Bade miya chote miya: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘બડે મિયાં છોટે મિયાં’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને ટાઇગર ની ફિલ્મ
જેનિફર મિસ્ત્રી એ ગુરુચરણ સિંહ ને લઈને કહી આવી વાત
જેનિફર મિસ્ત્રીએ ગુરચરણ સિંહ ના ગુમ થવા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘તે ખૂબ જ આઘાતજનક છે અને હું આશા રાખું છું કે તે સુરક્ષિત હોય. હું માત્ર પ્રાર્થના કરું છું કે તે માત્ર ગેરસમજ હોય અને તે ઠીક હોય. તે ખૂબ જ આધ્યાત્મિક અને સારા વ્યક્તિ છે.’
The father of actor Gurucharan Singh, who featured on the show Taarak Mehta Ka Ooltah Chashmah as ‘Sodhi’, has given a written complaint to the police that his son had left for Mumbai from his residence in Delhi on April 22 and since then he is missing. His father said in the… pic.twitter.com/7nNDpykkmp
— ANI (@ANI) April 26, 2024
આ ઉપરાંત જેનિફરે વધુ માં જણાવ્યું કે, ‘હું ગયા જૂનથી તેના સંપર્કમાં નથી. તે પછી અમે એકબીજા સાથે વાત કરી ન હતી. અમે અગાઉ સંપર્કમાં હતા. તેણે મને ફેબ્રુઆરીમાં તારક મહેતાના 4000 એપિસોડ પૂરા કરવા બદલ અભિનંદન સંદેશ મોકલ્યો હતો. આ સિવાય અમે એકબીજાના સંપર્કમાં નહોતા.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)