News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોઢીની ભૂમિકા ભજવી ને ઘર લોકપ્રિય થનાર અભિનેતા 22 એપ્રિલ થી ગાયબ છે. ગુરુચરણ સિંહ ના પિતા એ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પાલમ પોલીસ સ્ટેશન ના ડીસીપી એ એક નિવેદન બહાર પડ્યું હતું જેમાં તેમને જણાવ્યું હતું કે,પોલીસ હાલમાં કેસ ની ચાલી રહેલી તપાસના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.તેમજ અભિનેતા પાલમ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashma : ‘તારક મહેતા…’ના સોઢીએ ગુમ થતા પહેલા કરી હતી આ છેલ્લી પોસ્ટ, વીડિયો જોઈને આંખોમાં આવી જશે આંસુ.. જુઓ વિડીયો.
તારક મહેતા નો સોઢી થયો સીસીટીવી માં કેદ
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે. આ ફૂટેજમાં ગુરુચરણ સોમવારે રાત્રે 9.14 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોકમાં ક્યાંક ચાલતો જતો જોવા મળ્યો હતો. તેની પીઠ પર બેગ છે. તે બે લાઈનો વચ્ચેથી પસાર થતો જોવા મળે છે.
Taarak Mehta Ka Ooltah Chashmah actor Gurucharan Singh ‘Sodhi,’ was seen crossing a road in CCTV footage from the Palam area on Monday night. His flight was scheduled for 8:30 pm on Monday, but he was seen at a traffic intersection in Palam around 9:14 pm in Delhi. Police stated… pic.twitter.com/RnsV8jQ3QI
— Gagandeep Singh (@Gagan4344) April 27, 2024
ગુરુચરણ સિંહ ના ગુમ થયા ની ફરિયાદ નોંધાવ્યા બાદ ત્યાંના ડીસીપી એ જણાવ્યું હતું કે, “ગુરુચરણ સિંહના પરિવારે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 22 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યા હતા. ત્યારથી તેઓ ગુમ છે. અમે એક કેસ નોંધ્યો છે અને અમે ફૂટેજ અને તકનીકી તપાસ શોધી રહ્યા છીએ અને અમને ઘણા મહત્વપૂર્ણ સંકેતો પણ મળ્યા છે… અમે આઈપીસીની કલમ 365 હેઠળ કેસ નોંધ્યો છે… પ્રારંભિક તપાસનો સમાવેશ થાય છે. સીસીટીવી અનુસાર તેની હિલચાલને અનુસરીને અને ટેક્નિકલ પુરાવાઓનું વિશ્લેષણ કરતાં તે બેકપેક સાથે જતો જોવા મળે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)