Site icon

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ

Taarak Mehta Ka Ooltah Chashmah: ૧૭ વર્ષથી દર્શકોનો પ્રિય રહેલો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો વિવાદોમાં ઘેરાયો છે. તાજેતરમાં, ગોકુલધામ સોસાયટીમાં શાકભાજી વેચનારનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રાજક્તા શિસોદેએ શો છોડવાની જાહેરાત કરી, અને મેકર્સ પર આત્મસન્માનને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો.

Taarak Mehta Ka Ooltah Chashmah Another actress quits the show, makes such allegations against the makers

Taarak Mehta Ka Ooltah Chashmah Another actress quits the show, makes such allegations against the makers

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ છેલ્લા ૧૭ વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો તેની વાર્તાની સાથે-સાથે તેના પાત્રોને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા કલાકારોએ એક પછી એક આ શો છોડી દીધો છે, અને કેટલાક કલાકારોએ તો શોના મેકર અસિત મોદી પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. આ દરમિયાન હવે વધુ એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કલાકારે ન માત્ર આ શો છોડ્યો છે, પરંતુ મેકર્સ પર આરોપ પણ લગાવ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Four More Shots Please: ફોર મોર શૉટ્સ પ્લીઝ’ના ચાહકો માટે ખુશખબરી: અંતિમ સિઝન આ તારીખે થઈ રહી છે રિલીઝ, નોંધી લો ડેટ!

કયા કલાકારે શોને કહ્યું અલવિદા?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી જે કલાકારની વાત કરવામાં આવી રહી છે, તે બીજું કોઈ નહીં પણ અભિનેત્રી પ્રાજક્તા શિસોદે છે. શોમાં તેને હંમેશા ગોકુલધામ સોસાયટીમાં શાકભાજી વેચતી અને મહિલા મંડળ સાથે ગપ્પાં મારતા જોવામાં આવી હતી. પરંતુ હવે પ્રાજક્તાએ આ શોને અલવિદા કહી દીધું છે અને તેની જાણકારી તેણે પોતે એક પોસ્ટ શેર કરીને આપી છે. સાથે જ તેણે અપમાનિત કરવાનો આરોપ પણ લગાવ્યો છે.


પ્રાજક્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા શો છોડવા અંગે નું કારણ જણાવ્યું. પ્રાજક્તાએ પોતાના પાત્રનો એક ફોટો શેર કરતા જણાવ્યું કે તે હવે ‘તારક મહેતા’નો હિસ્સો નથી. પ્રાજક્તાએ લખ્યું, “તમારે એવા લોકો સાથે કામ ન કરવું જોઈએ, જે તમારી ભાવનાઓની કદર ન કરે અને તમારા આત્મસન્માન નુંબલિદાન આપે. સુનીતાના આ પાત્ર માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આભાર. હું મારી મહિલા મંડળની ટીમ ને ખૂબ જ મિસ કરીશ.” પ્રાજક્તાનું શો છોડવું એ શો માટે વધુ એક મોટો આંચકો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version