News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah Babitaji: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મુનમુન દત્તા ઘણા વર્ષો થી બબીતાજી ના પાત્ર માં જોવા મળી રહી છે. લોકો ને શો માં બબીતાજી અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. મુનમુન એ ઘણી નાની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. સિરિયલો ઉપરાંત મુનમુન ઘણી જાહેરાતો માં પણ જોવા મળી ચુકી છે. આટલું જ નહીં તેણે શાહરૂખ ખાન સાથે એક જાહેરાતમાં પણ કામ કર્યું હતું. જે અંગે અભિનેત્રીએ ફરાહ ખાન સાથે કિંગ ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: pushpa 2 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધમાલ મચાવવા આવી રહી છે પુષ્પા 2, અલ્લુ અર્જુન ની ફિલ્મ ની ડિજિટલ રિલીઝ ને લઈને આવ્યું નવું અપડેટ!
મુનમુન દત્તા એ કર્યા શાહરુખ ખાન ના વખાણ
ફરાહ ખાન મુનમુન દત્તાના ઘરે તેના કુકિંગ વ્લોગના એપિસોડ શૂટ કરવા આવી હતી. આ દરમિયાન મુનમુન દત્તા એ ફરાહને યાદ અપાવ્યું કે તેઓએ એક જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. ત્યારે ફરાહે જવાબ આપ્યો કે આ 15-20 વર્ષ પહેલાની વાત છે અને તે સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શરૂ પણ થઈ ન હતી. આ જાહેરાતનો ઉલ્લેખ કરતા ફરાહ ખાને કહ્યું કે શાહરૂખ ખાન પણ તે એડમાં હતો અને જે ફિલ્મ સિટીમાં શૂટ કરવામાં આવી હતી.
Exclusive:-Don’t Forget To Watch @farahkhankunder Latest YouTube Video Featuring The One & Only @moonstar4u Ma’am ❤️💓..You Can See Munmun Mam’s Cooking Skills☺️, She Also Shared Her Acting Journey & Her Struggling Days !!
.@mmoonstar x @farahkhankunder
.#MunmunDutta pic.twitter.com/3tDKrX6354— Munmun Dutta Plaza (@MunmunD_Plaza) January 3, 2025
શાહરૂખ ખાનનું નામ સાંભળીને મુનમુન દત્તાએ ફરાહ ખાનને યાદ અપાવ્યું કે તે પણ તે જાહેરાતનો એક ભાગ હતી. મુનમુને કહ્યું કે તે એડમાં તેની સાથે અન્ય બે છોકરીઓ પણ હતી. આ સાથે મુનમુન એ કહ્યું, ‘હું ખૂબ જ નસીબદાર છું’ અને ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ હંમેશા કહે છે કે તેઓ ખૂબ જ નસીબદાર છે, કારણ કે શાહરૂખ ખાન સર અમને ખૂબ પ્રેમ કરે છે. આ બધી વાતચીત વચ્ચે ફરાહ કહે છે કે બધા તમારા માટે દિવાના છે. મુનમુન શાહરૂખ ખાનનું નામ લે છે અને કહે છે કે કિંગ ખાન મારો બાળપણનો ક્રશ છે. અને તે હંમેશા તેના ક્રશ રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)