Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા પર મિસ્ટર ભીડે એ તોડ્યું મૌન, અભિનેતા મંદાર ચંદવાદકર એ વિડીયો શેર કરી જણાવી હકીકત

aarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના આત્મારામ તુકારામ ભીડે વિશે એવા સમાચાર વહેતા થયા હતા કે તે શો અલવિદા કહી રહ્યો છે. હવે આના પર અભિનેતા મંદાર એ એક વિડીયો શેર કરીને હકીકત જણાવી છે.

taarak mehta ka ooltah chashmah bhide aka mandar chandwadkar leaving tmkoc quashes rumors

taarak mehta ka ooltah chashmah bhide aka mandar chandwadkar leaving tmkoc quashes rumors

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સો છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો ના ઘણા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે તો બીજી તરફ એવા ઘણા કલાકારો છે જે શો માં શરૂઆત થી જોડાયેલા છે એમાં એક નામ આત્મારામ તુકારામ ભીડે નું પાત્ર ભજવી રહેલા મંદાર ચંદવાદકર પણ છે. આત્મારામ તુકારામ ભીડે વિશે એવા સમાચાર વહેતા થયા હતા કે  તે શો ને અલવિદા કહી રહ્યો છે. હવે આના પર અભિનેતા મંદાર એ એક વિડીયો શેર કરીને હકીકત જણાવી છે. . 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IIFA award 2024: અબુ ધાબી માં યોજાશે 2024 નો આઈફા એવોર્ડ, વર્ષો બાદ બોલિવૂડ ના આ બે દિગજ્જ કલાકારો કરશે કાર્યક્રમ ને એકસાથે હોસ્ટ

તારક મહેતા ના ભીડે માસ્ટર એ જણાવી હકીકત 

તારક મહેતા ના ભીડે માસ્ટર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો જેમાં તે શો છોડવા વિશે વાત કરી રહ્યો હતો. હવે અભિનેતા મંદાર એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને હકીકત જણાવી છે. મંદાર એ તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, “નમસ્કાર દર્શકો, સૌ પ્રથમ તમને બધાને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ. આ વિડિયો ઉજવણી વિશે નથી પરંતુ હું કંઈક શેર કરવા માંગુ છું. ઘણા લોકોએ આ વિડિયો જોયો જ હશે, જેમાં થંબનેલ છે -ગોલી ને કાઢવામાં આવ્યો. આજે હું તમને જણાવીશ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું સંપૂર્ણ સત્ય, દયાભાભી નહીં આવે, હું શો છોડી ને જઈશ.મને તે વિડિયો જોઈને શોક પણ લાગ્યો અને દુઃખ પણ થયું કે કેવી રીતે લોકો સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરી રહ્યા છે. તમે જે વિડીયો માં તસવીરો જોઈ તે મારા લાઇવ સ્ટ્રીમ ની છે જે મેં શોના 16 વર્ષ પૂરા થવા પર કરી હતા. આ બધી અફવાઓ છે.” 


આ વિડિયો શેર કરતાં મંદારે કેપ્શન લખ્યું- “કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો… અને કૃપા કરીને તેને ફેલાવશો નહીં… તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 2008થી તમારું મનોરંજન કરી રહ્યો છે અને આવનારા વર્ષોમાં પણ આમ કરતો રહેશે… બસ અમે સત્ય કહેવા માંગતા હતા તેથી આ રીલ પોસ્ટ કરી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version