Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી વધારવા માટે મેકર્સે રમેલો નવો દાવ તેના પર પડ્યો ભારે, ટ્વીટર પર ઉઠી આવી માંગ

taarak mehta ka ooltah chashmah fans in tears boycott tmkoc trends

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે, તેમાં પણ જેઠાલાલ અને દયાભાભી ને લોકો એ ખુબ પ્રેમ આપ્યો છે. જ્યારથી દિશા વાકાણી એ શો છોડ્યો છે ત્યારથી લોકો તેના આગમન ની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે તાજેતર ના પ્રોમો એ તેવું બતાવ્યું હતું કે દયાભાભી પાછી આવી રહી છે. આ જાણી ને જેઠાલાલ ની સાથે સાથે દર્શકો પણ ખુશ થઇ ગયા હતા. પરંતુ તારક મહેતા નો લેટેસ્ટ એપિસોડ જોયા બાદ ટ્વીટર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્રેન્ડ થઇ રહ્યું છે. 

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વીટર પર થયું ટ્રેન્ડ 

તારક મહેતા ના લેટેસ્ટ એપિસોડ માં જોવા મળ્યું હતું કે, ગોકુલધામ સોસાયટીમાં એક કાર આવે છે અને દરેક લોકો ખૂબ જ ખુશ છે. આ દરમિયાન જેઠાલાલ પણ ખૂબ આનંદથી કારનો દરવાજો ખોલે છે પરંતુ તે નિરાશ થઈ જાય છે. આ પછી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે.આ જોઈને લોકો એ શોની સાથે જ પ્રોડ્યુસર અસિત મોદીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.


જેઠાલાલ ને રડતા જોઈ ટ્વીટર પર લોકો તેને સાંત્વના આપી રહ્યા છે.


એક યુઝરે અસિત મોદી ને ટેગ કરતા લખ્યું છે કે, ‘@અસીતમોદી બધા દર્શકો ના દિલ તોડી ને ખુશ છો. હવે નવો એપિસોડ જોવા માટે કોઈ કારણ નથી. ઠીક છે અમે હવે સમજી ગયા છીએ કે તમે શું કરવા માંગો છે. શરમ આવવી જોઈએ.’


આ રીતે લોકો પોતાનો ગુસ્સો તારક મહેતા ના મેકર્સ પર કાઢી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt animal review: આલિયા ભટ્ટે જોઈ પતિ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ, અભિનેત્રી દ્વારા આપવામાં આવેલો ફિલ્મ નો રીવ્યુ થયો વાયરલ