Site icon News Continuous Bureau | Mumbai

શો ની પોપ્યુલારિટી જોતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નિર્માતા એ લોન્ચ કરી રન જેઠા રન ગેમ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નિર્માતાઓએ ‘રન જેઠા રન’ નામની ગેમ લોન્ચ કરી છે. આ ગેમમાં સીરિયલનું પાત્ર જેઠાલાલ જોઈ શકાય છે. આ રમતમાં જેઠાલાલ તેની પત્ની દયાબેન અને ગોકુલધામ સોસાયટીના અન્ય લોકો સાથે સ્પર્ધા કરશે. તમે આમાં શોના અન્ય પાત્રોને પણ પસંદ કરી શકો છો.

taarak mehta ka ooltah chashmah game un jetha run inspired by the show

શો ની પોપ્યુલારિટી જોતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નિર્માતા એ લોન્ચ કરી રન જેઠા રન ગેમ

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દરેક ની ફેવરિટ છે. આ શો લાંબા સમયથી ટીવી પર ચાલી રહ્યો છે. બાળકોથી લઈને વડીલોને આ શો ગમે છે. આવી સ્થિતિમાં હવે મેકર્સ શોમાં એક એવી ગેમ લઈને આવ્યા છે, જે ફેન્સનું વધુ મનોરંજન કરશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી બનેલી ગેમનું નામ ‘રન જેઠા રન’ છે.

Join Our WhatsApp Channel

 

નિર્માતા એ કરી પોસ્ટ 

સિરિયલનું પાત્ર જેઠાલાલ (દિલીપ જોષી) ‘રન જેઠા રન’ ગેમમાં જોઈ શકાય છે. આ રમતમાં જેઠાલાલ તેની પત્ની દયાબેન અને ગોકુલધામ સોસાયટીના અન્ય લોકો સાથે સ્પર્ધા કરશે. આ ઉપરાંત, તમે ગેમમાં શોના વિવિધ પાત્રોને પણ પસંદ કરી શકો છો અને તેમની સાથે રમી શકો છો. શોના નિર્માતાઓએ ટ્વિટર પર તેમની નવી ગેમની જાહેરાત કરી છે. આ સાથે તેણે તેનું પોસ્ટર પણ શેર કર્યું છે. અગાઉ, નિર્માતાઓ સિરિયલથી પ્રેરિત કાર્ટૂન શો પણ લાવ્યા હતા.

દયા ના કેરેક્ટર ને મિસ કરે છે દિલીપ જોશી 

જેઠાલાલનું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશીએ પોતાના શો વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં તેને કહ્યું હતું કે દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણીના ગયા પછી શોનો રમુજી ભાગ ખોવાઈ ગયો છે. તેણે કહ્યું, ‘આ નિર્માતાઓ પર છે કે તેઓ દયાના પાત્રને રિપ્લેસ કરશે કે નહીં. એક અભિનેતા હોવાના કારણે હું દયાના પાત્રને મિસ કરું છું. વર્ષોથી તમે દયા અને જેઠાના સારા અને રમુજી દ્રશ્યો જોયા છે. પરંતુ જ્યારથી દિશા શો માંથી ગઈ છે ત્યારથી એ ભાગ, એન્ગલ અને મજા ક્યાંક ખોવાઈ ગઈ છે. જોઈએ. હું તેના વિશે હકારાત્મક છું. કાલ કોણે જોઈ છે.’

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version