Site icon

શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ

News Continuous Bureau | Mumbai

ટીવી જગતનો સૌથી લાંબો ચાલતો કોમેડી શો(Comedy show) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) આજે પણ લોકો પસંદ કરે છે. લોકો આ શોના દરેક કલાકાર(Show characters) ને ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને દિશા વાકાણી(Disha Vakani), જે દયાબેનનું પાત્ર ભજવે છે. દિશા ભલે શોમાંથી બહાર નીકળી ગઈ હોય, પરંતુ ચાહકો હજુ પણ તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે દયાબેન પાછા આવવાના છે, પરંતુ હજુ સુધી દયાબેન(Dayaben)નો શોમાં કોઈ અતોપતો નથી. 

Join Our WhatsApp Community

આ દરમિયાન દયાબેનને લઈને ખુબ જ ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર(Throat cancer) હોવાનું નિદાન થયું છે.

આ સમાચાર આવતા જ ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠાલાલ(Jethalal) ઉર્ફે દિલીપ જોશી(Dilip Joshi)એ કરી છે.

આ સમાચાર પણ વાંચો : પલક તિવારી એ રિવિલિંગ ડ્રેસ પહેરીને મનાવ્યો જન્મદિવસ-બોલ્ડ અંદાજમાં આવી નજર-તસવીરો જોઈ ચાહકોનો છૂટી ગયો પરસેવો-જુઓ વિડિયો અને ફોટોગ્રાફ્સ

એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ આ સમાચાર અંગે કહ્યું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. હું એટલું જ કહીશ કે આ બધી અફવા છે. તેના પર ધ્યાન ન આપો.

એટલે કે દિશા વાકાણીના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે અભિનેત્રી ઠીક છે. જોકે, આ સમાચાર પર ખુદ દિશા વાકાણી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

દિલીપ જોશી ઉપરાંત દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી(Mayur Vakani)એ તેના ગળાના કેન્સરના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. અસિત મોદીનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. વધુમાં તે કહે છે, લોકો લાઈક્સ અને ક્લિક્સ માટે સોશિયલ મીડિયા પર આવા સમાચારો મૂકે છે. કેન્સર તમાકુ પીવાથી થાય છે જુદો અવાજ કાઢવાથી નહીં. આ રીતે મિમિક્રી કરનારા કલાકારો ડરી જશે.

આ સમાચાર પણ વાંચો : Business Idea- શરૂ કરો છપ્પરફાડ કમાણી કરી આપતો આ બિઝનેસ-એક ઝાડથી કમાવી શકો છો 6 લાખ રૂપિયા

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version